રાયગડ જિલ્લાના કરજત તાલુકામાં હાઉસિંગ પ્રોજેક્ટમાં રોકાણ કરવાને નામે સેંકડો રોકાણકારો સાથે છેતરપિંડી કરવા સંબંધે કરજ પોલીસે બે બાંધકામ કંપનીના પદાધિકારીઓ સહિત 18 જણ સામે ગુનો દાખલ કર્યો છે.
કરજત પોલીસે બુધવારે મિલકતમાં રોકાણને નામે છેતરપિંડી કરવા સાથે ગોપી રિસોર્ટ પ્રા. લિ. અને તાનાજી માલુસરે સિટી શેલ્ટ્રેક્સ કરજત પ્રા. લિ. સામે બુધવારે ગુનો દાખલ કર્યો હતો, એમ રાયગડનાએસપી અશોક દુધેએ જણાવ્યું હતું.2008માં ગોપી રિસોર્ટે કરજતના શિરે આકુર્તે ગામમાં 104 એકર જગ્યા ખરીદી કરી હતી.
કંપનીએ અહીં સમાજના આર્થિક રીતે પછાત વર્ગો માટે તાનાજી માલુસરે સિટી નામે હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવાની ઘોષણા કરી હતી, જેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.આ પ્રોજેક્ટમાં 2008થી 2019 વચ્ચે 4157 લોકોએ રૂ. 191 કરોડનું રોકાણ કર્યું છે. આમાંથી 1086 રોકાણકારોએ તો આરંભિક રકમ ભર્યા પછી અલગ અલગ બેન્કો પાસેથી મળીને રૂ. 56 કરોડની લોન લીધી છે.કંપનીએ 2013માં ફ્લેટનો કબજો આપવાનું આશ્વાસન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.