તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષણ:કોવેક્સિન રસી 77.8 ટકા પ્રભાવશાળીઃ બાયોટેકનો દાવો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોવેક્સિન રસી 77.8 ટકા પ્રભાવશાળી હોવાનો દાવો ભારત બાયોટેકે કર્યો છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાની તબીબી તપાસને આધારે આ દાવો કર્યો છે. આ ડેટા હજુ છાનબીન કરાયો નથી. કોવેક્સિન રસી લેતાં ઝડપથી ફેલાનાર ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ 65.2 ટકા સુરક્ષા મળે છે એવો ભારત બાયોટેકે દાવો કર્યો છે. ઉપરાંત કોરોનાનાં અન્ય લક્ષણો વિરુદ્ધ 93.4 ટકા પ્રભાવશાળી હોવાનું કંપનીએ જણાવ્યું છે.ભારત બાયોટેકે આઈસીએમઆર અને એનઆઈવી પુણે સાથે ભાગીદારી કરીને કોરોના વિરુદ્ધ કોવેક્સિન રસીની નિર્મિતી કરી છે.

ભારત બાયોટેકે કોરોનાનાં લક્ષણો ધરાવતા 130 જણનું પરીક્ષણ કર્યું હતું. છેલ્લા બે અઠવાડિયામાં દેશભરનાં કુલ 25 સ્થળે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં સહભાગી થયેલાઓએ રસીનો બીજો ડોઝ લીધો હતો.રસીનો પરવાનો મળેલી કોઈ પણ કંપનીએ સંક્રમણ વિરુદ્ધ આટલી કાર્યક્ષમતા બતાવી નહીં હોઈ તેને લીધે કોરોના સંક્રમણનો દર ઓછો થવામાં મદદ થશે, એમ કંપનીનું કહેવું છે.ભારત બાયોટેકનાં સહ- સ્થાપક સુચિત્રા ઈલ્લાએ ટ્વીટ કરીને ભારતને વૈજ્ઞાનિક દઢનિશ્ચિત, ક્ષમતા અને વચનબદ્ધતા સાથે વૈશ્વિક નકશા પર રાખવામાં અમને ગૌરવની લાગણી થાય છે એમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...