તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:પાસપોર્ટ રિન્યુઅલ મુદ્દે કંગનાને રાહત આપવાનો કોર્ટનો ઈનકાર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિવાદીનો પક્ષ સાંભળ્યા વિના રાહત નહીં અપાય એવી કોર્ટની સ્પષ્ટતા

પોતાના પર દેશદ્રોહનો ગુનો દાખલ હોવાથી પાસપોર્ટ ઓથોરિટીએ પાસપોર્ટ રિન્યુઅલ માટે નકાર આપ્યાનો દાવો અભિનેત્રી કંગના રણૌતે કોર્ટમાં અરજી દ્વારા કર્યો છે. જોકે પ્રતિવાદીનો પત્ર સાંભળ્યા વિના આ પ્રકરણે રાહત આપી શકાય નહીં એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. તેમ જ કંગનાના તાત્કાલીક રાહત આપવા નકાર આપ્યો હતો. પાસપોર્ટ ઓથોરિટીના નિર્ણય વિરુદ્ધ કંગનાએ હાઈ કોર્ટમાં દાદ માગી છે.

તેમ જ પાસપોર્ટ ઓથોરિટીને રિન્યુઅલ કરવાનો આદેશ આપવાની માગણી કરી છે. જજ એસ.એસ. શિંદે અને જજ જી.પી.સોનપની ખંડપીઠ સમક્ષ કંગનાની અરજી પર સુનાવણી થઈ હતી. એ સમયે કંગનાએ ફિલ્મના શૂટિંગ માટે વિદેશ જવું છે. તેથી આ પ્રકરણે તાત્કાલીક સુનાવણી લેવાની માગણી કરી છે.

આગામી ફિલ્મનું હંગેરીના બુડાપેસ્ટ ખાતે શૂટિંગ ચાલુ છે. પણ પાસપોર્ટનું રિન્યુઅલ કરવામાં આવ્યું ન હોવાથી કંગના માટે વિદેશ પ્રવાસ કરવો શક્ય નથી. તેથી દરરોજ રૂ. 15 લાખનું નુકસાન થઈ રહ્યુ હોવાનું નિર્માતા તરફથી જણાવવામાં આવ્યું છે.

સુનાવણી દરમ્યાન ગેરહાજર રહેવાની છૂટ
કંગનાએ વાંધાજનક વક્તવ્ય કર્યાનો આરોપ કરતા જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ અંધેરી મેજિસ્ટ્રેટ સામે માનહાનીની ફરિયાદ કરી છે. પણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પોતે સુનાવણી માટે હાજર રહી શકશે નહીં. તેથી ગેરહાજર રહેવાની છૂટ આપવાની માગણી કંગનાએ કોર્ટ સમક્ષ કરી હતી. કોરોનાની પાર્શ્વભૂમિ પર સુનાવણીમાં ગેરહાજર રહેવાનું ફરજિયાત કરી શકાય નહીં એમ નોંધતા કોર્ટે કંગનાને સુનાવણીમાં ગેરહાજર રહેવાની છૂટ આપીને રાહત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...