કાર્યવાહી:અનિલ દેશમુખની સીબીઆઇ કસ્ટડી વધારવા કોર્ટને ઈનકાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમુખ સહિત ચાર આરોપીઓને ન્યાયિક કસ્ટડી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સંડોવતા પોલીસ ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ કસ્ટડી વધારવાનો સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ઇનકાર કર્યો છે. દેશમુખ સહિત ચારેય આરોપીઓને આ સાથે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. સીબીઆઈએ ફક્ત દેશમુખની વધારાની 3 દિવસની કસ્ટડી માગી હતી.

મારા મતે, સીબીઆઈ કસ્ટડી પૂરતી આપવામાં આવી હોવાથી રિમાન્ડ અરજીમાં આરોપી અનિલ દેશમુખની વધુ કસ્ટડી માટેનાં કારણો સંતોષકારક નથી. આથી આ કોર્ટ આરોપી અનિલ દેશમુખની પ્રાર્થના મુજબ સીબીઆઇ કસ્ટડી વધારવા ઈચ્છુક નથી. આથી તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડની જરૂર છે, એમ ન્યાયાધીશે કહ્યું.

સીબીઆઈએ 6 એપ્રિલ, 2022ના રોજ દેશમુખને તેમની કસ્ટડીમાં લીધા હતા. દેશમુખે સીબીઆઈને તેમને કસ્ટડીમાં લેવાની પરવાનગી આપતાં વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો, એડવોકેટ અનિકેત નિકમે રિમાન્ડની નકલો વાંચીને જણાવ્યુ કે પહેલાં જ રિમાન્ડથી સીબીઆઇ આરોપીઓને એકબીજા સાથે સામસામે પૂછપરછ કરવા માટે કસ્ટડીની માગણી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...