સુનાવણી:વાનખેડે દ્વારા દાખલ માનહાનિ કેસમાં વચગાળાની રાહતનો કોર્ટનો ઇનકાર

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાબ મલિકને વાનખેડેના પરિવાર વિરુદ્ધ ટ્વીટ પોસ્ટ કરતાં પહેલાં હકીકતો ચકાસવા જણાવ્યું

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના મંત્રી નવાબ મલિકને વાનખેડેના પરિવાર વિરુદ્ધ કોઈપણ ટ્વીટ પોસ્ટ કરતાં પહેલાં હકીકતો ચકાસવા જણાવ્યું હતું. હાઈ કોર્ટે કહ્યું કે કોઈ પણ અધિકારી વિશે નિવેદન આપતાં પહેલાં દરેક પાસાંઓની ચકાસણી કરવી જોઈએ. મલિકે લગાવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે તે કહેવું હાલના શરૂઆતી તબક્કે યોગ્ય રહેશે નહીં.

હાઈ કોર્ટે સોમવારે મલિકને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે, તેમના પિતા અને અન્ય પરિવારના સભ્યો વિરુદ્ધ જાહેર ડોમેન અને સોશિયલ મિડિયા પર કોઈ પણ નિવેદન આપવા અથવા કોઈ પણ સામગ્રી પ્રકાશિત કરવા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે માલિક પોસ્ટ કરી શકે છે, પરંતુ સંપૂર્ણ ચકાસણી પછી જ કંઈ પણ પોસ્ટ કરવાની ટકોર કરી હતી.

આ મામલામાં આગામી સુનાવણી હવે 20 ડિસેમ્બરે થશે, કોર્ટના આદેશ બાદ નવાબ મલિકે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “સત્યમેવ જયતે. અન્યાય સામે લડત ચાલુ રહેશે.વાનખેડેની અરજી પર કોર્ટે કહ્યું કે “જોકે વાદી (વાનખેડે)ને ગોપનીયતાનો અધિકાર છે, પ્રતિવાદી (મલિક)ને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ મૂળભૂત અધિકારોનું સંતુલન હોવું જોઈએ, કોર્ટે કહ્યું.

અન્ય સમાચારો પણ છે...