તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દેશમુખ મુદ્દે સરકારની અરજી પર વાંધા સામે કોર્ટનો સવાલ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ હાઈ કોર્ટે રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નોંધાયેલા એફઆઈઆરના કેટલાક ભાગ સામે વાંધા સાથે જોડાયેલી રાજ્ય સરકારની અરજી પર એડવોકેટ જયશ્રી પાટીલને પોતાની બાજુ રજૂ કરવાની પરવાનગી આપી છે. પાટીલની અરજી પર સીબીઆઈને દેશમુખ વિરુદ્ધ ભષ્ટાચારના આરોપની તપાસ કરવાના નિર્દેશ હાઈ કોર્ટે આપ્યા હતા.એડવોકેટ જયશ્રી પાટીલે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરેલી અરજીમાં હસ્તક્ષેપની વિનંતી કરતી વખતે, અરજીની સ્વીકૃતિને લઈને આરંભમાં વાંધો ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે રાજ્ય સરકારને આ મામલે કોઈ અધિકાર નથી.

જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ એન. જે. જામદારની ખંડપીઠે પાટીલને હસ્તક્ષેપ માટે અરજી કરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારે જવાબ આપવો જોઇએ તેવો નિર્દેશ આપ્યો હતો. આ મામલે સુનાવણીની આગામી તારીખ 18 જૂન નક્કી કરવામાં આવી છે.કોર્ટે કહ્યું કે, એનસીપી નેતા દેશમુખની વિરુદ્ધ 21 એપ્રિલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માગણીની સુનાવણી પણ 18 જૂને કરાશે. ખંડપીઠે કહ્યું કે, સીબીઆઈએ ત્યાં સુધીમાં દેશમુખની અરજીનો જવાબ આપવો જોઈએ. સીબીઆઈએ 21 એપ્રિલે દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના આરોપમાં એફઆઈઆર નોંધી હતી. એનસીપી નેતાએ તેમની પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢયા છે.

અન્ય સમાચારો પણ છે...