બાળકનું હિત:USAથી આવેલા પિતાને પુત્ર સાથે મળવા દેવા કોર્ટનો આદેશ

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • IVF પદ્ધતિથી જન્મેલા બાળક સાથે પિતાને માતા મળવા દેતી નહોતી

અમેરિકાથી વતનમાં આવ્યા પછી બે વર્ષના બાળકને મળવા નહીં દેતાં પત્ની વિરુદ્ધ મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગનારા પતિને દિલાસો મળ્યો છે. બાળકનું હિત અને પિતા છેક અમેરિકાથી આવ્યા હોવાથી બંનેને તુરંત કોફી શોપમાં મળવા દેવા કોર્ટે બાળકની માતાને આદેશ આપ્યો હતો. આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલું આ બાળક જન્મ અનુસાર અમેરિકન નાગરિક છે.ડિસેમ્બર 2019માં સાસુ- સસરા, પત્ની અને બાળક સાથે અમેરિકાથી મુંબઈ આવ્યા પછી પત્નીએ બાળકનો પ્રથમ જન્મદિવસ ઊજવવા માટે સાસરામાં આવવાનું ટાળ્યું હતું. બાળકને મારાથી અને મારા કુટુંબીઓથી દૂર રાખ્યું. આ પછી તેઓ બધા બાળકને લઈને મુંબઈની બહાર નીકળી ગયાં, એવો આરોપ પતિએ કર્યો હતો.

જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ સારંગ કોતવાલની ખંડપીઠે હાલતુરંત દિલાસો આપીને આગામી સુનાવણી 28 ઓક્ટોબર પર રાખી છે.પત્નીએ એડ. અજિંક્ય ઉડાણે થકી પુત્રને એકથી બે કલાક માટે બે વાર મળવા દેવાની તૈયારી કોર્ટ સામે બતાવી હતી. આ પછી કોર્ટે બંનેને કોફી શોપમાં મળવા દેવા અને બંનેએ વાતાવરણ આનંદિત રાખવું એમ આદેશમાં જણાવ્યું હતું.

પતિએ શું આરોપ કર્યો હતો
અરજદાર ગણેશ ગુપ્તા 2002થી અમેરિકામાં રહે છે. તેનાં લગ્ન નીલમ મેસ્ત્રી સાથે 2010માં થયાં હતાં અને બંનેએ અમેરિકામાં આઈવીએફ પદ્ધતિથી ડિસેમ્બર 2019માં પુત્રને જન્મ આપ્યો હતો. અમેરિકામાં પ્રસૂતિ પછી હોસ્પિટલમાંથી ઘરે પાછા આવ્યા બાદ નીલમ અને તેના વાલીઓએ મને નીલમ અને પુત્રથી દૂર અલગ બેડરૂમમાં રહેવાની ફરજ પાડી. એક વર્ષ સુધી આમ જ ચાલ્યું હતું. નવેમ્બર 2020માં મને અને નીલમને અમેરિકન સરકાર ગ્રીન કાર્ડ આપ્યું. જોકે 20 ડિસેમ્બર, 2020ના રોજ નીલમે પોતાની, બાળકની અને તેનાં માતા- પિતાની ભારતમાં પાછા આવવાની ટિકિટ બારોબર કઢાવી લીધી. મને જાણ થયા પછી મેં પણ મારી ટિકિટ કઢાવી એ અમે 21 ડિસેમ્બર, 2020ના રોજ મુંબઈમાં આવ્યાં. જોકે નીલમ પુત્રને લઈને પિયર ચાલી ગઈ. 25 ડિસેમ્બર, 2020ના રોજ પુત્રના જન્મદિવસ પૂર્વે આવી જઈશ એમ તેણે કહ્યું હતું. આ પછી હું આવવાની નથી અને મને અથવા મારા કુટુંબીઓનો સંપર્ક નહીં કરવો એવો મેસેજ મોકલ્યો હતો. આ પછી મેં આરએ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનના મહિલા અને બાળ કક્ષમાં અરજી કરી. ઉપરાંત નવી મુંબઈ સીવૂડ્સ ખાતે મારા નિવાસસ્થાનના સ્થળે પોલીસમાં ફરિયાદ કરીને મારા પુત્રને શોધવા માટે વિનંતી કરી હતી, એવો આરોપ પતિએ એડ. પ્રભજિત જૌહર અને એડ. જાઈ વૈદ્ય થકી અરજીમાં કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...