કોરોનાવાઈરસ / ગર્ભવતી મહિલાઓ માટે સ્વતંત્ર હેલ્પલાઈન શરૂ કરવાની કોર્ટની સૂચના

Court instructs to start independent helpline for pregnant women
X
Court instructs to start independent helpline for pregnant women

  • ફરી નવી હેલ્પલાઈનને કારણે દ્વિધા નિર્માણ થઈ શકે છે એવો મહાપાલિકાનો ખુલાસો

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. અત્યારે કોરોનાના સમયમાં રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકાએ ગર્ભવતી મહિલાઓ માટે સ્વતંત્ર હેલ્પલાઈન શરૂ કરવા બાબતે વિચાર કરવો એવી સૂચના મુંબઈ હાઈ કોર્ટે આપી હતી. એડવોકેટ મોઈનુદ્દીન વૈદે આ સંદર્ભે દાખલ કરેલી જનહિત અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ એસ.એસ.શિંદેની ખંડપીઠ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી થઈ હતી. ગર્ભવતી મહિલાઓને સ્વતંત્ર હેલ્પલાઈન આપો એવી મુખ્ય માગણી અરજદાર તરફથી કરવામાં આવી છે. એક ગર્ભવતી મહિલા પાસે કોરોનાગ્રસ્ત ન હોવાનું મેડિકલ સર્ટિફિકેટ ન હોવાથી જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નહોતી.
માહિતી મહાપાલિકા તરફથી હાઈકોર્ટમાં આપવામાં આવી
એ પછી અન્ય કેટલીક ખાનગી હોસ્પિટલોએ એને દાખલ કરવાનો નકાર આપ્યો હતો એવો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. એ સાથે જ આ સંદર્ભે વર્તમાનપત્રોમાં આવેલા સમાચારો પણ અરજીમાં ટાંકવામાં આવ્યા છે. તેથી પ્રશાસને આ બાબતે યોગ્ય યંત્રણા તૈયાર કરવી એવી માગણી તેમણે કરી હતી. જોકે આ દાવાઓનું ખંડન મુંબઈ મહાપાલિકા અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું હતું. જે.જે. હોસ્પિટલમાં આવી કોઈ જ ઘટના બની નથી એવી માહિતી મહાપાલિકા તરફથી હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી. મહાપાલિકાની વેબસાઈટ પર મુંબઈમાં કોવિડ માટેની તમામ હોસ્પિટલોની યાદી ઉપલબ્ધ છે. એ સાથે જ એક ખાસ હેલ્પલાઈન કોવિડ માટે ચાલુ છે એવી માહિતી મુંબઈ મહાપાલિકા તરફથી હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી. કોવિડ હેલ્પલાઈન અત્યારે ત્રણ શિફ્ટમાં ૧૩ ડોકટરો સાથે કામ કરે છે. તેથી ફરી નવી હેલ્પલાઈનને કારણે દ્વિધા નિર્માણ થઈ શકે છે એવો ખુલાસો મહાપાલિકા તરફથી કરવામાં આવ્યો હતો. કોર્ટે એની નોંધ લીધી અને શક્ય હોય તો ભવિષ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે સ્વતંત્ર હેલ્પલાઈન શરૂ કરવા બાબતે વિચાર કરવો એવી સૂચના મહાપાલિકાને આપી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી