નિર્ણય:ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકર કાઢવા કોર્ટે કોઈ નિર્ણય આપ્યો નથીઃગૃહમંત્રી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈદ સુધીમાં લાઉડસ્પીકર ઉતારવા રાજ ઠાકરેના વક્તવ્યને ગંભીરતાથી લેવાયું

ઈદના તહેવાર સુધી, એટલે કે, 3 મે સુધી રાજ્યની બધી મસ્જિદો પરથી લાઉડસ્પીકર સરકારે ઉતારી નાખવા જોઈએ. અમે ત્યાં સુધી રાજ્ય સરકારને મુદત આપીએ છીએ, એવું અલ્ટિમેટમ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આપ્યું હતું. આ સંબંધમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલે મહત્ત્વપૂર્ણ વિધાન કર્યું છે. સરકારે રાજ ઠાકરેના વકતવ્યને ગંભીરતાથી લીધું છે. કોઈ પણ પરિસ્થિતિમાં રાજ્યમાં અલગ પ્રકારનું વાતાવરણ નિર્માણ નહીં થવા દઈએ. તે માટે પોલીસ સુસજજ છે, એવો ઈશારો તેમણે ગુરુવારે આપ્યો હતો.

રાજ ઠાકરેએ મસ્જિદ પરનાં લાઉડસ્પીકર બાબતે કોર્ટના નિર્ણયનો દાખલો આપીને કરેલા દાવા વલસે પાટીલે ફગાવી દીધા હતા. મસ્જિદ પરનાં લાઉડસ્પીકરનો વિરોધ કરતી વખતે જે કોર્ટના ચુકાદાનો આધાર લેવામાં આવી રહ્યો છે તેમાં રાત્રે 10.00થી સવારે 6.00 વાગ્યામંકોઈ પણ ઠેકાણે લાઉડસ્પીકર વગાડવા નહીં એવું કહેવાયું છે. પરવાનગી લઈને જ્યાં લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે તે કાઢવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કોર્ટના ચુકાદામાં આ બાબતે કોઈ પણ ઉલ્લેખ નથી, એમ પણ વલસે પાટીલે જણાવ્યું હતું.

અમે બધાને જોડે લઈને ચાલનારા છીએ. અમારે માટે બધા જ સરખા છે. પોલીસ સુસજ્જ હોવાથી કોઈ પણ તણાવની પરિસ્થિતિ ઉદભવશે નહીં, એવી આશા પણ તેણે વ્યક્ત કરી હતી. દરમિયાન સરસંઘચાલક મોહન ભાગવતે ટૂંક સમયમાં જ અખંડ ભારતનું સપનું સાકાર થશે એમ કહ્યું હતું. સરસંઘચાલકના આ વક્તવ્ય સામે શિવસેનાના નેતા સંજય રાઉતે ટેકો દર્શાવ્યો હતો. આ વિશે પ્રસારમાધ્યમોએ વલસે પાટીલને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે ભારત અલગ અલગ જાતિ- ધર્મના લોકોનો મળીને બનેલો દેશ છે. તેનું વિઘટન કરવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ. અખંડ ભારત બાબતે સંજય રાઉતની ચોક્કસ અને વિગતવાર ભૂમિકા શું છે તે હું તેમને મળીને પૂછીશ, એમ તેમણે જણાવ્યું હતું.

ફડણવીસ શૈક્ષણિક અનામત આપી શક્યા નહીં

મુસ્લિમ અનામત તો છોડો,શૈક્ષણિક અનામત પણ મુસ્લિમ સમાજને દેવેન્દ્ર ફડણવીસ આપી શક્યા નહીં. આથી તેમણે અનામત પર નહીં બોલવું જ સારું છે. ભારત વિવિધ જાતિધર્મના લોકોનો દેશ છે. બારત એક છે અને એક જ રહેશે. નવાબ મલિક વિશે બોલતાં તેમણે જણાવ્યું કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મલિકના દાઉદ સાથે સંબંધ જબરદસ્તીથી ભાજપ જોડી રહ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોર્ટની કાર્યપદ્ધતિ પર પણ
ગૃહમત્રીએ ભાજપના નેતાઓને કોર્ટમાંથી મળેલા દિલાસા બાબતે પણ સૂચક વક્તવ્ય કર્યું. આ પૂર્વે સંજય રાઉતે કિરીટ સોમૈયાને કોર્ટમાંથી ધરપકડ સામે વચગાળાનું રક્ષણ મળ્યા બાદ દિલાસા ગોટાળો એવું ટ્વીટ કર્યું હતું. ગૃહમંત્રીએ પણ ક્યાંક આ ભૂમિકાનું સમર્થન કર્યું હતું. વિશિષ્ટ પક્ષના લોકોનો દિલાસો મળતો હોય તો આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન કોઈના મનમાં પણ નિર્માણ થઈ શકે છે. તેમાં ખોટું કશું જ નથી.

અન્ય સમાચારો પણ છે...