આદેશ:દેશમુખને સરકારી હોસ્પિટલમાં સર્જરી કરાવવા કોર્ટનો નિર્દેશ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે નવાબ મલિકને ખાનગી હોસ્પિટલમાં સારવારની મંજૂરી

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખ, જેઓ રૂ. 100 કરોડની વસૂલાતના કેસમાં જેલમાં બંધ છે, તેમને વિશેષ પીએમએલએ અદાલતે આંચકો આપ્યો છે. દેશમુખે ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર માટે પરવાનગી માગી હતી. જોકે પીએમએલએ કોર્ટે આ વિનંતીને ફગાવી દીધી છે. ખાનગી હોસ્પિટલને બદલે જે.જે. હોસ્પિટલમાં ખભાની સર્જરી કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઈડીએ અનિલ દેશમુખની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા સામે વાંધો ઉઠાવ્યો હતો. દેશમુખને તબીબી તપાસ બાદ તેમના ખભા પર તાત્કાલિક સર્જરીની જરૂર નથી. ઇડીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો કે જેજે હોસ્પિટલમાં આવી સર્જરી અને નિષ્ણાત ડૉક્ટરો પણ ઉપલબ્ધ છે. અહેવાલના આધારે, ઈડીએ દેશમુખની ખાનગી હોસ્પિટલમાં સારવારની વિનંતીનો સખત વિરોધ કર્યો હતો. અહેવાલની નોંધ લેતા, વિશેષ ન્યાયાધીશ રાહુલ રોકડેએ વિનંતીને ફગાવી દીધી હતી.

દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને મુંબઈ સેશન્સ કોર્ટે કામચલાઉ રાહત આપી છે. તેમને તબીબી કારણોસર જામીન આપવામાં આવ્યા નહોતી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની તેમની વિનંતી કોર્ટે મંજૂર કરી છે. તેથી નવાબ મલિકને હવે કુર્લાની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. નવાબ મલિકે સારવારની સાથે પોલીસ રક્ષણનો ખર્ચ પણ ઉઠાવવો પડશે.

મુંબઈ સેશન્સ કોર્ટે નવાબ મલિકને કામચલાઉ રાહત આપી છે. તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરવાનગી અપાયા છતાં, સારવાર દરમિયાન પરિવારના એક જ સભ્યને સાથે રહેવાની મંજૂરી છે. દરમિયાન નવાબ મલિકે મેડિકલ સર્જરી માટે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. મલિકના વકીલે કિડનીની સમસ્યાને કારણે સર્જરીની પરવાનગી માગી હતી. મલિકે તબીબી આધાર પર જામીન અરજી કરી હતી, અંતે મુંબઈ સેશન્સ કોર્ટે તેમને કામચલાઉ રાહત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...