કોર્ટની મંજૂરી:ISISના સભ્યને સીઈટી પરીક્ષા માટે કોર્ટની મંજૂરી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી ભરવી શક્ય છે કે નહીં એનો નિર્ણય પછી લેવાશે

આઈએસઆઈએસ નામના ત્રાસવાદી સંગઠન સાથે સંબંધ ધરાવવાના આરોપ હેઠળ અટકાયતમાં રહેલા યુવકને સંરક્ષણ શુલ્ક વિના સીઈટીમાં બેસવા હાઈ કોર્ટે પરવાનગી આપી હતી. અત્યારે તળોજા જેલમાં બંધ આ આરોપી માટે પરીક્ષા ફી આપવી શક્ય છે કે નહીં એનો નિર્ણય પછી લેવામાં આવશે એમ જણાવતા જજ નિતીન જામદાર અને જજ સારંગ કોતવાલની ખંડપીઠે એને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપતા સમયે સ્પષ્ટ કર્યું હતું.

આઈએસઆઈએસ સાથે સંબંધ હોવાનો અને વિસ્ફોટકો તૈયાર કરવાના આરોપ અંતર્ગત પરભણી સ્થિત મોહમ્મદ શાહેદ ખાન ખાદેક અલી ખાનને 2018માં રાજ્યના એન્ટિ ટેરરીઝમ સ્કવોડે ધરપકડ કરી હતી. ગયા મહિને સ્પેશિયલ કોર્ટે એને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી હતી. જોકે પોલીસ સંરક્ષણ શુલ્ક ભરવાનું પણ સ્પષ્ટ કર્યું હતું. ઉપરાંત ખાન પરીક્ષામાં બેસી શકે એ માટે જરૂરી સંરક્ષણ આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.

પોલીસ સંરક્ષણ શુલ્ક ભરવાના સ્પેશિલય કોર્ટના નિર્ણયને ખાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પોલીસ સંરક્ષણ શુલ્ક ભરવા અસમર્થ હોવાનું એણે અરજી પર સુનાવણીના સમયે જણાવ્યું હતું. એના પર ખાનને આ પરીક્ષામાં બેસવા દેવું અત્યારે મહત્ત્વનું છે એમ કોર્ટે નોંધ્યું હતું અને પોલીસ સંરક્ષણ શુલ્ક વિના સીઈટી આપવાની પરવાનગી આી હતી.

અન્ય સમાચારો પણ છે...