ભાસ્કર વિશેષ:સુરત-ચેન્નઈ ને.હાઈવે માટે સોલાપુર જિલ્લામાં જૂન થી ગણતરી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1290 કિલોમીટરનું અંતર 30ના બદલે હવે ફક્ત 18 કલાકમાં કાપી શકાશે

સુરત-ચેન્નઈ નેશનલ હાઈવે સોલાપુર જિલ્લામાંથી પસાર થશે. આ બાબતની અધિસૂચના જારી કરવામાં આવી છે. જિલ્લાના બાર્શી તાલુકાના 15 ગામ, દક્ષિણ સોલાપુરના 4 ગામ અને અક્કલકોટ તાલુકાના 16 ગામ મળીને કુલ 35 ગામમાંથી આ હાઈવે પસાર થશે.

5 જૂન 2022થી રોવર દ્વારા ગણતરીનું કામ શરૂ થશે એવી માહિતી જિલ્લાઘિકારી મિલિંદ શંભરકરે આપી હતી. સુરત-ચેન્નઈ નવા હાઈવેની ગણતરીનો પૂર્વકયાસ કાઢવાનું નિયોજન કરવામાં આવ્યું હતું. સુરત-ચેન્નઈ નેશનલ હાઈવે માટે ત્રણેય તાલુકામાં જમીનની ગણતરીનું કામ 5 થી 25 જૂન દરમિયાન કરવામાં આવશે. એના માટે 10 રોવર મશીન દ્વારા ચોકસાઈપૂર્વક ગણતરી કરવામાં આવશે.

આ મશીન દ્વારા એક દિવસમાં 3 કિલોમીટર ગણતરી થતી હોવાથી સંપૂર્ણ ગણતરી પંદર દિવસમાં પૂરી થશે. ત્રણેય તાલુકામાં કુલ 642.1104 હેકટર જમીન સંપાદન કરવામાં આવશે. એના લીધે તમામ સંબંધિત વિભાગ પોતપોતાના કામ પાર પાડે. ત્રણેય તાલુકાના જૂથ સામાન્ય લોકોને જણાવવામાં આવ્યું છે. ગણતરી માટે નિવૃત અધિકારી, કર્મચારીઓની મદદ લેવામાં આવશે.

26 મે 2022 સુધી નાગરિકો પાસેથી વાંધા મગાવવામાં આવ્યા છે. આ વાંધા પર એ જ સમયે ચુકાદો આપવામાં આવશે. તેથી તમામ સંબંધિત વિભાગોએ 5 જૂનથી ગણતરી શરૂ થાય એવું નિયોજન કરવું. ગણતરી કરતા સમયે કોઈ પણ ખેડૂતનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. પાઈપલાઈન, કૂવાઓની માહિતી લેવી, ઝાડની સંખ્યા, બીજી માલમતા બાબતે ધ્યાનથી નિર્ણય લેવો એમ શંભરકરે જણાવ્યું હતું.

રોવર માટે પ્રશિક્ષણ
રોવર મશીન નવું હોવાથી ગણતરી કરનારને અને બીજા લોકોને પ્રશિક્ષણ આપવું જરૂરી છે. એના માટે બાર્શી તાલુકો, અક્કલકોટ અને ઉતર તથા દક્ષિણ સોલાપુર તાલુકામાં પ્રશિક્ષણ આપવામાં આવશે. આંકડાઓની નોંધ કરનારાઓને પણ પ્રશિક્ષણ આપવું જરૂરી છે. સંબંધિત તમામ વિભાગે પોતપોતાનું યોગદાન સમયસર આપવું એવી હાકલ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...