તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોરેગાવ, કાંદિવલીમાંથી રૂ1.54 કરોડની કોવિડની નકલી દવા જપ્ત

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવા પર નોંધ કરેલી કંપની અસ્તિત્વમાં નહીં હોવાનું બહાર આવ્યું

દેશ કોવિડ સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે લેભાગુઓ કોવિડના દર્દીઓના જાનનું જોખમ ઊભું થાય તેવું કૃત્ય કરી રહ્યાછે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, મહારાષ્ટ્રની ઈન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા વિશ્વસનીય માહિતીને આધારે મુંબઈમાં ત્રણ ઠેકાણે દરોડા પાડતાં રૂ. 1.54 કરોડની નકલી દવાઓ મળી આવી હતી. આ દવા પર નોંધ કરેલી કંપની અસ્તિત્વમાં નહીં હોવાનું બહાર આવ્યું છે.

કોવિડના રોગમાં ઉપચારમાં અસરકારક માનવામાં આવતી ફેવિપિરાવિર ટેબ્લેટનો નકલી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગોરેગાવ પૂર્વમાં શિવસૃષ્ટિ સુર્ગીમેડ, કાંદિવલી પૂર્વમાં મેડિટેબ વર્લ્ડવાઈડ અને મુંબઈની નીરવ ટ્રેડલિંગ એમ ત્રણ દવાના ડીલરો પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે ફેવિમેક્સ 400 અને 200 (ફેવિપિરાવિર ટેબ્લેટ) અને હાઈડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ્સનો રૂ. 1.54 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આ દવાઓ મેસર્સ મેક્સ રિલીફ હેલ્થકેર, સોલન, હિમાચલ પ્રકદેશ દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યો હોવાની નોંધ હતી.

આથી ડ્રગ્સ કંટ્રોલર હિમાચલ પ્રદેશ થકી તપાસ કરાવતાં આવી કોઈ કંપની જ અસ્તિત્વમાં નથી એવું બહાર આવ્યું છે. ઉપરાંત રાજ્યમાં હોલસેલરોને દવાઓ વેચતી મેક્સ રિલીફ હેલ્થકેર, ગૌતમ બુદ્ધ નગર, નોઈડા, ઉત્તર પ્રદેશ પાસે દવાઓ વેચવાનું લાઈસન્સ નહીં હોવાનું જણાયું છે.

લાઈસન્સ વિના ઉત્પાદન અને વેચાણ
આ અંગે મેક્સ રિલીફ હેલ્થકેરના માલિક સુદીપ મુખરજીને સમન્સ પાઠવતાં 30 મેના રોજ તે એફડીએ કાર્યાલયમાં હાજર થયો હતો. તેની પાસે આ દવાઓના ઉત્પાદન અને વેચાણ સંબંધી કોઈ પણ દસ્તાવેજો નહોતા. ઉપરાંત દવાના ઉત્પાદન અને વેચાણના લાઈસન્સ વિશે પણ તે કોઈ માહિતી આપી શક્યો નહોતો. મુખરજી દ્વારા લાઈસન્સની ફોટોકોપી આપવામાં આવી હતી તે નકલી હોવાનું જણાયું છે. આથી ડ્રગ ઈન્સ્પેક્ટરો દ્વારા સંબંધિત આરોપીઓ સામે સમતાનગર, કાંદિવલી પૂર્વ અને ગોરેગાવ પૂર્વ પોલીસ સ્ટેશનમાં 30 અને 31 મેના રોજ ભારતીય ફોજદાર સંહિતા, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખરજીને વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...