વર્કશોપનું આયોજન:ગુરુવારે કોટન એસો. ઓફ ઈન્ડિયાનો કોટન વર્કશોપ

મુંબઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ કોટન ડેના અવસરે ગુરુવાર, ૭ ઓક્ટોબરે સવારે ૧૦થી સાંજે ૧૧.૪૫ વચ્ચે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સીઆઈએના પ્રમુખ અતુલ એસ ગણાત્રા દ્વારા સ્વાગત પ્રવચન કરાશે. આ સમયે દરેક કપાસ ઉગાડતાં રાજ્યનો પાકનો અહેવાલ, નવું પાક વર્ષ ૨૦૨૧-૨૨ની સંભાવનાઓ રજૂ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાંથી ધ મહારાષ્ટ્ર કોટન જિનર્સ એસોસિયેશનના ચેરમેન ભૂપેન્દ્ર સિંહ રાજપાલ, ગુજરાતથી ગુજકોટ ટ્રેડ એસોસિયેશનના પ્રમુખ આકાશ શાહ, સૌરાષ્ટ્રથી સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ અરવિંદ પાન વગેરે વિચાર પ્રગટ કરશે.

ભારતીય કપાસ ૨૦૨૧ અને તેની પાર
ભારતમાં કપાસની ઉત્પાદકતા કઈ રીતે વધારવી તેની પર પણ ચર્ચા કરાશે, જેનું સૂત્રસંચાલન સીઆઈએની સીએમડી પ્રદીપ કુમાર અગરવાલ કરશે.ભારતીય કપાસની કિંમતનો દષ્ટિબિંદુ ૨૦૨૧-૨૨ તેજી અને મંદી પર પેનલ ચર્ચા થશે, જેનું સૂત્રસંચાલન સીઆઈએના વધારાના ઉપાધ્ય વિનય એન કોટક કરશે, એમ એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...