ખર્ચમાં બચત:કોસ્ટલ રોડ પ્રકલ્પમાં સિંગલ પીલરના કારણે ખર્ચમાં બચત

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલાહકારે ખર્ચ વધારતા 8 કરોડથી વધુ ફી માગી

કોસ્ટલ રોડ પ્રકલ્પ અંતર્ગત સિંગલ પીલર ટેકનોલોજીનો ઉપયોગ કરીને પુલ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીના કારણે મહાપાલિકાના ખર્ચમાં બચત થઈ છે. જોકે સલાહકારનો ખર્ચ વધ્યો છે. પ્રિયદર્શિની પાર્કથી બરોડા પેલેસના પહેલા તબક્કા માટે નિયુક્ત સલાહકારે હવે 8 કરોડ રૂપિયા કરતા વધુ ફી માગી છે. તેથી આ કોન્ટ્રેક્ટરનો કોન્ટ્રેક્ટ 50 કરોડ રૂપિયાથી વધીને 59 કરોડ રૂપિયા પર પહોંચશે. મુંબઈ મહાપાલિકાના મહત્વકાંક્ષી પ્રકલ્પ કોસ્ટલ રોડ નજીક લગભગ 34 મીટર પહોળો અને 2 હજાર 100 મીટર લાંબો પુલ બાધવામાં આવી રહ્યો છે. કુલ 15.66 કિલોમીટર લાંબો ઈંટરચેન્જ પણ બાંધવામાં આવી રહ્યો છે. આ પુલ ઊભો કરતા પરંપરાગત મલ્ટિ પીલર પદ્ધતિ ન વાપરતા સિંગલ પીલર પદ્ધતિ વાપરવામાં આવી રહી છે.

કોસ્ટલ રોડનું કામ શરૂ થયા બાદ જનરલ સલાહકાર અને આઈઆઈટી પવઈના નિષ્ણાતોએ આ પ્રકલ્પમાં પુલના કામ માટે ઈંટરચેન્જ માટે મલ્ટિ પીલરના બદલે સિંગલ પીલર ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલાણ કરી છે. તેથી આ ટેકનોલોજી વાપરવામાં આવી રહી છે. એના લીધે કોન્ટ્ર્રેક્ટ ખર્ચમાં કુલ 11 કરોડ 94 લાખ રૂપિયાની બચત થઈ થશે. જોકે આ બદલાયેલા કામ માટે સલાહકારે વધારાની ફી માગી છે. આ પહેલાં જનરલ સલાહકારે 5 કરોડ 91 લાખ રૂપિયાની ફી માગી હતી. હવે પહેલા તબક્કામાં સલાહકારે 8 કરોડ 92 લાખ રૂપિયા જેટલી વધારાની ફી માગી છે.

અન્ય સમાચારો પણ છે...