સુવિધા:મુંબઈ પાલિકાની હેલ્પલાઈન દ્વારા નગરસેવક જેવી સુવિધા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો ​​​​​​​પોતાના પરિસર, વોર્ડની સમસ્યાની રજૂઆત કરી શકશે

મુંબઈ મહાપાલિકાના નગરસેવકોની મુદત 7 માર્ચના પૂરી થઈ રહી છે. તેથી નાગરિકોની સુવિધા માટે મહાપાલિકા 24 વોર્ડમાં 24 જુદા જુદા ફોન નંબર ઉપલબ્ધ કરી આપશે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1916 પર પણ મુંબઈગરાઓ પ્રશાસન સાથે સંપર્ક સાધી શકશે. આ નંબર પર નાગરિકો પોતાના વોર્ડની સમસ્યા, ફરિયાદ રજૂ કરીને અડચણ દૂર કરી શકશે એવી માહિતી મહાપાલિકા અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી. સોસાયટીઓ, ઝૂપડપટ્ટીઓ, આસ્થાપના, ખાનગી કાર્યાલયો માટે આ નંબર ઉપયોગી થશે. મહાપાલિકાની આ હેલ્પલાઈન મુંબઈગરાઓ માટે હકના નગરસેવકનું કામ કરશે.

મુંબઈમાં પોતાના વોર્ડમાં સ્થાનિક સ્તરે સુવિધાઓ માટે, ફરિયાદ કરવા માટે નગરસેવક પહેલું પગથિયુ હોય છે. તેથી પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, લાઈટ, મળનિસરણ, રસ્તા જેવી કોઈ પણ સમસ્યા માટે રહેવાસીઓ સૌથી પહેલાં પોતાના નગરસેવક પાસે જાય છે. મુંબઈ મહાપાલિકાના 2017માં ચૂંટાઈ આવેલા નગરસેવકોની મુદત 7 માર્ચના પૂરી થાય છે. તેથી 8 માર્ચથી મહાપાલિકાનો કારભાર પ્રશાસકના હાથમાં જશે. કોરોનાને કારણે આ વર્ષે ચૂંટણી ઠેલાવાથી હવે પૂરી ચૂંટણી પ્રક્રિયા થઈને બંધારણીય સમિતિઓનો કારભાર શરૂ થાય ત્યાં સુધી પ્રશાસકના હાથમાં કારભાર રહેશે.

પરિણામે કોઈ પણ પદ ન હોવાથી પોતાની સમસ્યા કોની પાસે રજૂ કરવી એવો પ્રશ્ન ઊભો થવાની શક્યતા છે. તેથી મહાપાલિકા નાગરિકોની સુવિધા માટે 24 વોર્ડમાં માટે સ્વતંત્ર ફોન નંબર ઉપલબ્ધ કરી આપશે એવી માહિતી કાકાણીએ આપી હતી. નગરસેવકોની મુદત પૂરી થાય છે ત્યારે પ્રશાસન સાથેના સંપર્કના લીધે સંબંધિત લોકપ્રતિનિધિ નાગરિકો માટે કામ ચાલુ રાખશે. જોકે પદ ન હોવાથી મુંબઈગરાઓને કોઈ પણ અડચણ ન થાય એ માટે ફોન નંબર આપવામાં આવશે એમ કાકાણીએ સ્પષ્ટ કર્યું હતું.

5 વિભાગ મહત્વના
નાગરિકો માટે પાણી પુરવઠો વિભાગ, ઘનકચરો વિભાગ, આરોગ્ય, નાનું રિપેરીંગ, કીટકનાશક વિભાગ મહત્વના છે. એમાં પાણી પુરવઠો અને ઘનકચરો વિભાગનો સંપર્ક કરવાની વ્યવસ્થા છે. ત્રણ વિભાગ સહિત બીજા કોઈ પણ પ્રકારની સમસ્યા બાબતે સંપર્ક સાધવા આ નંબર ઉપયોગી થશે.. ઉપરાંત મહાપાલિકાના અત્યારના 1916 આપ્તકાલીન વિભાગના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરતા સંબંધિત વોર્ડમાં ફરિયાદ મોકલવામાં આવશે જેથી મુંબઈગરાઓને વહેલાસર પોતાની સમસ્યા પર ઉકેલ મેળવવામાં મદદ થશે.

અન્ય સમાચારો પણ છે...