તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:2030 સુધી મેલેરિયાને નાબૂદ કરવાનો મહાપાલિકાનો સંકલ્પ

મુંબઈ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈના નાગરિકો માટે રાહતના સમાચાર
 • મચ્છરના નાબુદી એપ્રિલમાં પૂરુ કરવા આદેશ

મુંબઈમાંથી 2030 સુધી મેલેરિયા સંપૂર્ણ નાબૂદ કરવાનો સંકલ્પ મહાપાલિકાએ કર્યો છે. તમામ સરકારી, અર્ધસરકારી યંત્રણાઓએ પોતાપોતાના અખત્યાર હેઠળના કાર્યાલયો અને પરિસરોમાં પાણી ટાંકીઓમાં મચ્છર પેદા ન થાય, નકામા સામાન અને ભંગારનો નાશ કરવો જેવા કામ એપ્રિલ મહિનાના અંત પહેલાં પૂરા કરવા નહીં તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો હતો.

મુંબઈમાં ચોમાસાના ટાંકણે મેલેરિયા, ડેંગ્યૂ જેવા સંસર્ગજન્ય રોગોને નિયંત્રિત કરવા મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગ અને કીટકનાશક વિભાગ તરફથી નિયમિત ઉપાયયોજનાઓ કરવામાં આવે છે. આ પાર્શ્વભૂમિ પર મચ્છર નિર્મૂલન સમિતિના અધ્યક્ષ કમિશનર ઈકબાલસિંહ ચહલની અધ્યક્ષતા હેઠળ બેઠક થઈ હતી. આ સમયે કમિશનરે નિર્દેશ આપ્યો હતો. કીટકનાશક અધિકારી રાજન નારિંગ્રેકરે તમામ સરકારી અને અર્ધસરકારી યંત્રણાઓની હદમાં માલમત્તા બાબતે કરેલા સર્વેક્ષણના આંકડાઓની માહિતી અને ફોટાઓનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ વર્ષે કુલ 67 યંત્રણાઓની હદમાં 7358 માલમત્તાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ માલમત્તામાં રહેલી 28,904 પાણીની ટાંકીઓમાંથી 22,013 ટાંકીઓ મચ્છરવિહીન કરવામાં આવી છે અને બાકીની 6549 ટાંકીઓ હજી થઈ નથી. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના યંત્રણાઓને આપવામાં આવી છે.

અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (સાર્વજનિક આરોગ્ય) સુરેશ કાકાણીએ યંત્રણા મુજબ કાર્યવાહીનો કયાસ કાઢ્યો હતો અને મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ છેલ્લા થોડા વર્ષોમાં કરેલી ઉપાયયોજનાઓની માહિતી આપી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત બેઠકમાં રાજ્ય સાર્વજનિક બાંધકામ વિભાગ, કેન્દ્રિય સાર્વજનિક બાંધકામ વિભાગ, મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે, મ્હાડા, એમએમઆરડીએ જેવી સરકારી, અર્ધસરકારી યંત્રણાઓના 27 પ્રતિનિધીઓ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો