એશિયાની સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર તરીકે નામના પામેલો અને કોરોનાને માત કરવાનું મોડેલની સર્વત્ર નોંધ લેવાઈ તેવા ધારાવીમાં હવે મહાપાલિકા નવી ગ્રીન સ્પેસ તૈયાર કરી રહી છે. 87,000 ચોરસફૂટ ક્ષેત્ર જમીન પર મિયાવાકી વૃક્ષારોપણ કરીને ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવશે. ઉફરાંત જોગિંગ, વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે, મહાપાલિકાના આ પ્રકલ્પને લીધે કોરોનાકાળમાં ઘૂંટાયેલા ધારાવીના રહેવાસીઓ મોકળો શ્વાસ લઈ શકશે, એવી માહિતી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરે આપી હતી.
મુંબઈ મહાપાલિકા દ્વારા ધારાવીના પ્રેમનગરમાં બીકેસી કનેક્ટર અંતર્ગત ગ્રીન સ્પેસ તૈયાર કરશે. આ સ્થળે 87,000 ચોરસફૂટ જગ્યા ખાલી છે. આ જગ્યા પર અતિક્રમણ હટાવવામાં આવ્યાં હોઈ તે જગ્યાનો ઉપયોગ આ પ્રકલ્પ માટે કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.કોરોનાકાળમાં ધારાવીમાં કોમન ટોઈલેટની સમસ્યા ઊભી થઈ હતી. એક જ ટોઈલેટનો મહત્તમ લોકો ઉપયોગ કરતા હોવાથી કોરોનાના કેસ અહીં વધી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આથી આ પ્રકલ્પમાં પ્રેમનગર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે નવેસરથી બનાવવામાં આવેલા ઉદ્યાનની અડીને 50 સીટ કોમ્યુનિટી ટોઈલેટ બાંધવામાં આવશે.
આ જગ્યાનું રૂપાંતર બાગમાં કરીને તેની પર જોગિંગ અને વોકિંગ ટ્રેક, રમતનું મેદાન, નાળાઓની બાજુથી મિયાવાકી વૃક્ષારોપણ કરવામાં આવશે. બાળકોને રમવા માટે ક્ષેત્ર અને ઓપન જિન તૈયાર કરવામાં આવશે. મહાપાલિકા આ માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરશે. આ પ્રકલ્પ પર રૂ. 1.68 કરોડ ખર્ચ કરવામાં આવશે.
આ પ્રકલ્પને લીધે આ વિસ્તારનો કાયાકલ્પ થવાની ધારણા છે. કેવી સુવિધાઓ હશે : 50 સીટ કોમન ટોઈલેટ, 1.400 કિલોમીટર જોગિંગ અને વોકિંગ ટ્રેક, 2,25,00 ચોરસફૂટનું રમતનું મેદાન, નાળાઓ પાસે મિયાવાકી વૃક્ષારોપણ, નાના બાળકો માટે રમતનું મેદાન, ઓપન જિમ જેવી સુવિધાઓ આ પ્રકલ્પ હેઠળ ઊભી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.