રાહત:કોરોનાના સમયમાં વધારો કરાયેલા પ્લેટફોર્મ ટિકિટના દર ફરીથી 10 થયા

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએસએમટી, દાદર, એલટીટી, થાણે, કલ્યાણ, પનવેલ રેલવે સ્ટેશનમાં 50 રૂપિયા દર હતો

કોરોનાની પાર્શ્વભૂમિ પર મધ્ય રેલવે તરફથી વધારવામાં આવેલા પ્લેટફોર્મ ટિકિટના દર ગુરુવાર 25 નવેમ્બરથી પૂર્વવત કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ ટાળવા માટે મુંબઈ રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્લેટફોર્મ પર માસ્ક વિના ફરતા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવતો હતો. દરમિયાન મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ઘટાડો થતા તબક્કાવાર પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના સમયમાં મેલ-એક્સપ્રેસ ટ્રેન છૂટતી હોય એવા ટર્મિનસ પર અતિરિક્ત ગિરદી ટાળવા માટે મુંબઈ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં પાંચ ગણો વધારો કર્યો હતો. દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યો હતો. 25 નવેમ્બરથી મધ્ય રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દર પૂર્વવત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાં સીએસએમટી, એલટીટી અને બીજા ચાર રેલવે સ્ટેશનનો સમાવેશ છે.

કોરોના રોગના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો હળવા કરવાની પાર્શ્વભૂમિ પર, અધિકારીઓ તરફથી સીએસએમટી, દાદર, એલટીટી, થાણે, કલ્યાણ અને પનવેલ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના દર 25 નવેમ્બરથી 50 રૂપિયાથી ઘટાડીને પહેલાંની જેમ 10 રૂપિયા કરવામાં આવ્યા છે એવી અધિસૂચના મધ્ય રેલવેએ જારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...