તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વાનખેડેમાં કોરોનાનો પ્રવેશ પણ IPL રમવા સરકારની પરવાનગી

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રેક્ષક વિના કડક નિયમોનું પાલન કરીને વાનખેડેમાં 10 મેચ રમાડાશે

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સંબંધિતો સાથે મેરેથોન બેઠકો બાદ 30 એપ્રિલ સુધી કડક નિયંત્રણો લાદ્યાં છે. આથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ની મેચો મુંબઈમાં રમાશે કે નહીં તે જાણવાની ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી. જોકે રાજ્યના કેબિનેટ મંત્રી નવાબ મલિકે આઈપીએલ 2021ની મેચ નક્કી મુજબ મુંબઈમાં રમાશે, એવી માહિતી સોમવારે આપી હતી.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપરકિંગ્સ પ્રથમ મેચ વાનખેડેમાં રમાશે. મુંબઈમાં કુલ 10 મેચ રમાશે. તેમાં મુંબઈમાં દાખલ થયેલી કોલકતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમના મુખ્ય ખેલાડીઓને કોરોના લાગુ થયો છે. ઉપરાંત વાનખેડે સ્ટેડિયમમાં 8 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આથી મેચ અન્યત્ર ખસેડવામાં આવશે કે કેમ એવી ચર્ચા હતી. બીસીસીઆઈએ તે માટે હૈદરાબાદ અને ઈન્દોરના વિકલ્પ અનામત રાખ્યા હતા. જોકે હવે આ મેચ મુંબઈમાં જ રમાશે, પરંતુ બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ મહારાષ્ટ્ર સરકારના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે, એમ મલિકે સ્પષ્ટ કર્યું છે.

નિયમોનું પાલન કરીને જ મેચો રમવા માટે પરવાનગી આપવામાં આવી છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને બંધી રહેશે. આઈપીએલમાં ભાગ લેનારા દરેકને એક જ ઠેકાણે આઈઝોલેશનમાં રહેવું પડશે. વધુ લોકો ભેગા નહીં થઈ શકે. આ સર્વ શરતો માન્ય કર્યા પછી જ અમે પરવાનગી આપી છે. અનેકોએ રસીકરણની માગણી કરી છે. બીસીસીઆઈએ પણ ખેલાડીઓને રસી આપવાની વિનંતી કરી છે. જોકે કેન્દ્ર સરકારની પરવાનગી વિના અમે તેમને રસી નહીં આપી શકીએ, એમ મલિકે સ્પષ્ટ કર્યું છે.

વાનખેડેમાં ક્યારેય અને કઈ મેચ
10 એપ્રિલે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ, 12 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સ, 15 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સ, 16 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સ, 18 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સ, 19 એપ્રિલે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ, 21 એપ્રિલે કોલકતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ, 22 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુ સામે રાજસ્થાન રોયલ્સ, 24 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે કોલકતા નાઈટ રાઈડર્સ અને 25 એપ્રિલે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુ મેચ રમાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો