પરીક્ષા:કોરોનાને લઈ ધોરણ 10-12ની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.12ની મેમાં અને ધો.10ની જૂનમાં પરીક્ષાની શક્યતા

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર વધુ ચિંતાજનક બની રહી હોવાથી એમપીએસસીની 11મી એપ્રિલે યોજાનારી પરીક્ષાઓ પાછળ ઠેલાયા પછી હવે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળાઓ આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા તે દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ આખરે રાજ્ય સરકારે પાછળ ઠેલી છે. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે સોમવારે આ મોટી ઘોષણા કરી હતી.

મેરેથોન બેઠકો બાદ પરીક્ષાઓ પાછળ ઠેલવાનો નિર્ણય લેવાયો છે. જોકે હવે પછી પરીક્ષાઓ ચોક્કસ ક્યારે લેવી તેની તારીખો સરકારે નક્કી કરી નથી, પરંતુ બારમા ધોરણની પરીક્ષા મેમાં અને દસમા ધોરણની પરીક્ષા જૂનમાં લેવાનો વિચાર છે. આ મુજબ નિયોજન કરીને તારીખો જાહેર કરવામાં આવશે, એમ ગાયકવાડે જણાવ્યું હતું.છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. બીજી બાજુ દસમું અને બારમું ધોરણ વિદ્યાર્થીઓના જીવનનો મહત્ત્વનો તબક્કો છે. અભ્યાસનો તાણ અને તેમાં દર્દીઓની વધતી સંખ્યાને લીધે સર્વત્ર ચિંતાનો માહોલ છે. આ પરિસ્થિતિમાં પરીક્ષાઓ કઈ રીતે આપવી તે એક મોટો પ્રશ્ન છે. આ પાર્શ્વભૂમિમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને પરીક્ષાઓ પાછળ ઠેલવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓનું આરોગ્ય અમારે માટે અગ્રતા છે, એમ ગાયકવાડે જણાવ્યું હતું.

બધા વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા માગણી
દરમિયાન આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે કર્ણાટક સરકારે દસમા ધોરણના બધા વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે મહારાષ્ટ્રમાં પણ લેવામાં આવે એવો વિચાર મેં શિક્ષણ મંત્રી ગાયકવાડને જણાવ્યો હતો. કેબિનેટ મિટિંગમાં પણ મેં આ વાત જણાવી હતી. જોકે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિક્ષણ મંત્રીને બધા વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનું અનુકૂળ લાગ્યું નથી. આથી તેમણે પરીક્ષાઓ પાછળ ઠેલી છે, જે નિર્ણય પણ આવકાર્ય છે. જોકે આગળ જતાં પરિસ્થિતિ નહીં સુધરે તો ફેરવિચાર કરવો પડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...