તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામેજીત:શિવરીની ટીબી હોસ્પિટલમાં 280 દર્દીઓએ કોરોનાને માત આપી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્પેશિયલ કોવિડ વોર્ડ શરૂ કરીને યોગ્ય સારવાર કરવામાં આવી

ઉધરસ અને શ્વાસમાં તકલીફ જેવા અનેક લક્ષણોવાળો ટીબીનો રોગ છે. આમ છતાં છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં 280 દર્દીઓએ કોરોનાને માત આપી છે. મહાપાલિકાની શિવરી સ્થિત ટીબી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પર સારવાર કરવામાં આવી હતી. મહાપાલિકાના માધ્યમથી લેવામાં આવેલી તકેદારી અને સારવારના કારણે આ દર્દીઓ સાજા થયા હતા. મુંબઈમાં ગયા વર્ષે માર્ચમાં કોરોનાનો પ્રવેશ થયા પછી થોડા દિવસોમાં જ ઝડપથી ફેલાવો થયો હતો.

એમાં વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીવાળા નાગરિકોને કોરોનાનું સૌથી વધુ જોખમ હોવાનું આરોગ્ય નિષ્ણાતો તરફથી જણાવવામાં આવ્યું હતું. તેથી ટીબીના દર્દીઓને કોરોનાનું સંક્રમણ થાય તો શું ઉપાયયોજના કરવી એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવતો હતો. આવા સમયે મહાપાલિકાએ પોતાની ટીબીના દર્દીઓને શોધવાની ઝુંબેશ ચાલુ રાખી હતી. આ શોધ ઝુંબેશમાં ટીબી થયેલા દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાય તો તેમની તરત કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી.

ઘેરઘેર તપાસ કરવામા આવશે
કેન્દ્ર સરકારના ટીબીમુક્ત ભારત 2025 ઉપક્રમ અંતર્ગત મહાપાલિકા ઘેરઘેર જઈને તપાસ કરીને ટીબીના દર્દીઓ શોધે છે. આ વર્ષે પણ ફેબ્રુઆરીમાં તપાસ ઝુંબેશ કરવામાં આવી હતી. મહાપાલિકા ક્ષેત્રમાં ટીબી પ્રતિબંધ અને નિર્મૂલન બાબતની કાર્યવાહી કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર કરવામાં આવે છે. મહાપાલિકા તરફથી ટીબી પર મફત સારવાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...