તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Corona Was Applied To A Female Prisoner In Byculla Jail And Corona To A 54 year old Female Prisoner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:ભાયખલા જેલમાં મહિલા કેદીને કોરોના, 54 વર્ષની મહિલા કેદીને કોરોના લાગુ થયો

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આર્થર રોડ જેલ પછી મહિલાઓની ભાયખલા જેલમાં કોરોનાવાઈરસે પ્રવેશ કર્યો છે. 54 વર્ષની મહિલા કેદીને કોરોના લાગુ થયો છે. ભાયખલા જેલમાં આ પ્રથમ કેસ છે. દરમિયાન આર્થર રોડ જેલમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધીને 158 થઈ છે. ભાયખલા જેલની કેદી મહિલાની તબિયત બગડવાથી તેને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 8 મેના રોજ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ 9 મેએ ફરીથી ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. આથી તેને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અગાઉ ભાયખલા જેલના એક ડોક્ટરનો તેના ઘરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે છેલ્લા 20 દિવસથી ફરજ પર નહોતો. નોંધનીય છે કે આર્થર રોડ જેલમાં 77 કેદી અને 26 પોલીસ સહિત 103ને કોરોના લાગુ થયો હતો. આ પછી રવિવાર સુધી નવા 81 કેસ નોંધાયા હતા, જેને લઈ કોરોનાગ્રસ્ત પોલીસ અને કેદીઓની સંખ્યા 158 થઈ છે. કેદીઓને ચેમ્બુર નજીક માહુલમાં પોલીસ રક્ષણ હેઠળ કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે પોલીસોને મુંબઈની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો