તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારણ:છિદ્રોેવાળી વસ્તુઓ પર કોરોના વાઈરસ ઓછો સમય ટકે છે

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મુંબઈ આઈઆઈટીના નિષ્ણાતોએ કરેલા અભ્યાસનું તારણ

કોરોના વાઈરસ કાગળ, કપડું જેવા સચ્છિદ્ર પૃષ્ઠભાગ પર ઓછો સમય ટકે છે. કાચ, પ્લાસ્ટિક જેવા છિદ્રવાળા ન હોય એવી વસ્તુઓના પૃષ્ઠભાગ પર સરખામણીએ વધુ સમય ટકી રહે છે એમ મુંબઈની આઈઆઈટીએ કરેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે. કોવિડ-19 વાઈરસ શ્વાસમાં કણોના માધ્યમથી ફેલાય છે. વાઈરસ અન્ય વાહક કણો પર સવાર થઈને ફેલાય છે. ફિઝિક્સ ઓફ ફલુઈડ્સ થિસિસમાં જણાવવામાં આવ્યું છે કે સછિચ્દ્ર (એવી વસ્તુઓ જેમાં છિદ્રો હોય) અને અભેદ પદાર્થો પર વાઈરસ કેટલો ટકી શકે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે જે અનુસાર સછિચ્દ્ર પદાર્થોમાં વાઈરસ ઓછો ટકે છે અને છિદ્રો વિનાના પદાર્થોના પૃષ્ઠભાગ પર લાંબો સમય ટકે છે.

સછિચ્દ્ર પદાર્થોમાં ઝાઝો સમય કેટલાક કણ દ્રવ્ય સ્વરૂપમાં ઝાઝો સમય રહી શકતા નથી. તેથી વાઈરસ ટકતો નથી. વાઈરસ કાચ અને અન્ય પૃષ્ઠભાગો પર 4 દિવસ ટકી શકે છે. પ્લાસ્ટિક અને પોલાદ પર એ વધુ સમય રહી શકે છે. વાઈરસ કપડા અને કાગળ પર ઓછામાં ઓછા ત્રણ કલાક ટકી શકે છે. આઈઆઈટી મુંબઈના સંશોધક સંઘમિત્ર ચેટરજીએ જણાવ્યું કે અમારા અભ્યાસ અનુસાર હોસ્પિટલો અને કાર્યાલયના ફર્નિચરમાં છિદ્રો વિનાના ઘટકોનો વધુ ઉપયોગ કરવો નહીં પણ છતાં કાચ, સ્ટેનલેસ સ્ટીલ, લાકડું વાપર્યું હોય તો એના પર છિદ્રોવાળું આવરણ ધરાવતું કપડું નાખવામાં આવે તો સંક્રમણ ઓછું થઈ શકે છે.

ઉદ્યાનો, શોપિંગ મોલ, રેસ્ટોરંટ્સ અને રેલવે તેમ જ એરપોર્ટ પર કપડાનો ઉપોયગ કરવો. તેથી વાઈરસનો ફેલાવો ઓછા પ્રમાણમાં થશે. સંશોધકોના મતે 99.9 ટકા કણ દ્રવ્ય સ્વરૂપમાં હોય છે અને એનું થોડી મિનિટોમાં બાષ્પીભવન થાય છે.

નિષ્ણાતોના નિરીક્ષણ
સંશોધન કરનાર ટીમમાં જનની શ્રી મુરલીધરન, અમિત અગરવાલ, રજનીશ ભારદ્વાજનો સમાવેશ હતો. છિદ્રોવાળા પદાર્થની ભૌમિતિક વિશિષ્ટતાને લીધે દ્રવ્યનો થર છિદ્રોવાળા પદાર્થોમાં ઓછો ટકે છે. એમાં રાસાયણિક ગુણધર્મોનો સમાવેશ ઓછો હોય છે. કાગળ પર દ્રવ્યનો થર છ કલાક રહે છે. તેથી વાઈરસના કણ ફેલાઈ શકે છે. તેથી સ્કૂલો જેવા ઠેકાણે કાગળનો ઉપયોગ વધુ થતો હોય ત્યાં ધ્યાન રાખવાની જરૂર હોય છે. કાચ પર વાઈરસ 4 દિવસ ટકે છે. રાગળ પર વાઈરસ ઓછો ટકતો હોવા છતાં પુસ્તકો-નોટબુકોની લેતીદેતી જોખમી બની શકે છે એવો સંશોધકોનો મત છે. સ્કૂલો ફરીથી શરૂ કરતા શું ધ્યાન રાખવું એ બાબતે ધોરણ નક્કી કરતા નિરીક્ષણોની મદદ થશે. બેંકોમાં પણ નોટોની લેતીદેતી કરતા ધ્યાન રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો