તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:મુંબઈમાં કોરોના રસીકરણનો 10 લાખનો આંકડો પાર કરાયો

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહાપાલિકાના રસીકરણ કેન્દ્રોમાં લગભગ 70 ટકા રસીકરણ પૂર્ણ

મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં મેડિકલ કર્મચારીઓ માટે કોવિડ-19 માટે રસીકરણ શરૂ થયું. એ પછી 1 ફેબ્રુઆરીથી ફ્રંટલાઈન કર્મચારીઓ માટે રસીકરણ શરૂ થયું. 1 માર્ચ 2021થી શરૂ થયેલા ત્રીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરના સહવ્યાધી ધરાવતા નાગરિકોના રસીકરણની શરૂઆત થઈ. મહાપાલિકા કમિશનર ઈકબાલ ચહલના માર્ગદર્શન હેઠળ અને અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીના નેતૃત્ત્વ હેઠળ મહાપાલિકા ક્ષેત્રોમાં નિયોજિત રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

એના અંતર્ગત રસીકરણની સંખ્યાએ શનિવારે 10 લાખનો આંકડો પાર કર્યો હતો. અત્યાર સુધી કુલ 10,08,323 જણનું રસીકરણ થયું છે. ખાસ વાત એટલે એમાંથી 7,07,474 એટલે કે 70.16 ટકા રસીકરણ મહાપાલિકાના રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવ્યું છે. હજી એક ઉલ્લેખનીય બાબત એટલે રસીકરણ કરવામાં આવેલા કુલ વ્યક્તિઓમાંથી 47.36 ટકા વરિષ્ઠ નાગરિકો છે એવી માહિતી મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતા દ્વારા આપવામાં આવી હતી. અત્યારે મહાપાલિકા ક્ષેત્રમાં કુલ 106 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે જેમાંથી 28 મહાપાલિકાના અખત્યાર હેઠળ છે.

આ 28 રસીકરણ કેન્દ્રોમાં કુલ 155 રસીકરણ બૂથ કાર્યરત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળના 12 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે જેમાં 18 બૂથ કાર્યરત છે. ઉપરાંત વિવિધ ખાનગી હોસ્પિટલોમાં 66 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે જેમાં 74 બૂથ છે. એ અનુસાર તમામ 106 રસીકરણ કેન્દ્રોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચના અનુસાર નિયમિતપણે રસીકરણ કરવામાં આવે છે. મહાપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ રસીકરણ કેન્દ્રોમાં મફત રસીકરણ કરવામાં આવે છે. ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ડોઝ દીઠ રૂ. 250 લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો