તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:પરપ્રાંતીયોને કારણે મહારાષ્ટ્રમાં કોરોના વધારે ફેલાયો, રાજ ઠાકરે

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરપ્રાંતીયો પાછા ફરે ત્યારે તેમની ગણતરી અને ટેસ્ટ કરવાની માગણી

મહારાષ્ટ્ર ઔદ્યોગિક રાજ્ય છે. અહીં બહારથી આવનારા પરપ્રાંતીયોની સંખ્યા વધારે છે. અન્ય રાજ્યોમાં ચૂંટણી, ખેડૂતોના મોરચા ચાલુ છે. ત્યાં કોરોનાની લહેર નથી પણ મહારાષ્ટ્રમાં છે. દેશમાં મહારાષ્ટ્ર એકમાત્ર રાજ્ય છે જ્યાં કોરોના છે. એનું એક કારણ એટલે મહારાષ્ટ્રમાં બહારથી આવતા પરપ્રાંતીયોની સંખ્યા વધારે છે. અન્ય રાજ્યોમાં કોરોનાના દર્દીઓની ગણતરી કરવામાં આવતી હતી. એ ગણતરી થાય તો સાચા આંકડા પ્રકાશમાં આવશે. આ સમસ્યા બાબતે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું કે લોકડાઉનમાં જે પરપ્રાંતીયો અન્ય રાજ્યોમાં ગયા છે તે પાછા ફરે એટલે તેમની ગણતરી કરો અને ટેસ્ટ પણ કરો એવી માગણી મેં કરી હતી.

આ ગણતરી જ ન થઈ.ગઈ કાલે મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ. લોકડાઉન બાબતે મળવા મેં તેમને વિનંતી કરી હતી. પણ તેમની આજુબાજુ કોવિડ પોઝિટિવ દર્દીઓ હોવાથી તેઓ ક્વોરન્ટાઈન છે. તેથી અમારી વાત ઝૂમ પર થઈ. આ બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ એ વિશે જણાવવા રાજ ઠાકરેએ મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ મોટી છે એવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં જ કોરોનાનો આંકડો શા માટે મોટો છે? એ બાબતે રાજ ઠાકરેએ સ્પષ્ટીકરણ આપ્યું હતું. ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. દર્દીઓ વધી રહ્યા છે. ખરેખર તો પહેલાં કરતા બીજી લહેર મોટી છે.

આવું ચિત્ર મહારાષ્ટ્રમાં શા માટે છે એમ મુખ્યમંત્રીને પૂછ્યું હતું. એના પર રાજ ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર ઔદ્યોગિક રાજ્ય છે. અહીં બહારથી આવનારા પરપ્રાંતીયોની સંખ્યા વધારે છે. અન્ય રાજ્યોમાં ચૂંટણી, ખેડૂતોના મોરચા ચાલુ છે. ત્યાં કોરોનાની લહેર નથી પણ મહારાષ્ટ્રમાં છે. દેશમાં મહારાષ્ટ્ર એકમાત્ર રાજ્ય છે જ્યાં કોરોના છે. એનું એક કારણ એટલે મહારાષ્ટ્રમાં બહારથી આવતા પરપ્રાંતીયોની સંખ્યા વધારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો