મંજૂરી:કોરોનાના કારણે બંધ સરકારી નોકરભરતી ફરીથી શરૂ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020માં રાજ્ય સરકારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવું પડ્યું હતું
  • આયોગના કક્ષના તમામ ખાલી પદ સહિત અન્ય 50 ટકા પદ ભરવા માન્યતા

કોરોનાના કારણે સ્થગિત કરેલી સરકારી નોકરભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. લોકસેવા આયોગની કક્ષાના 100 ટકા અને આયોગની કક્ષાની બહારના 50 ટકા ખાલી પદ ભરવા માન્યતા આપવામાં આવી છે. રાજ્ય સરકારી અધિકારી અને કર્મચારીઓના પગાર પર અને પેન્શન પર વધતો ખર્ચ જોતા રાજ્ય સરકારે ખાલી પદની ભરતી અને નવી નોકરભરતી બાબતે ધીમી ગતિએ કામ ચાલુ રાખ્યું હતું.

2016માં એક આદેશ કાઢીને અધિકારી અને કર્મચારીઓનો સુધારેલ ડેટા તૈયાર કરીને એને સરકારની માન્યતા લેવાની સૂચના તમામ પ્રશાસકીય વિભાગને અને તેમના હેઠળના કાર્યાલયને આપવામાં આવી હતી. એ સિવાય નવા પદ નિર્મિતીને માન્યતા આપવામાં નહીં આવે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ વિભાગે પ્રક્રિયા શરૂ કરી ત્યારે જ માર્ચ 2020માં કોરોનાનું સંકટ આવ્યું. એનો સામનો કરવા રાજ્ય સરકારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવું પડ્યું. એનો ફટકો રાજ્યની અર્થવ્યવસ્થાને પડ્યો. તેથી રાજ્ય સરકારે મે 2020માં એક આદેશ કાઢીને સાર્વજનિક આરોગ્ય વિભાગ, મેડિકલ શિક્ષણ અને ઔષધ વિભાગ છોડીને બાકીના તમામ વિભાગોમાં નોકરભરતી કરવા પર બંધી મૂકવામાં આવી હતી.

બે વર્ષ પછી હવે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેથી રાજ્ય સરકારે કોરોના સમયમાં મૂકેલી નોકરભરતી પરની બંધી ઉઠાવી લીધી છે. આ સંદર્ભે નાણા વિભાગે એક આદેશ કાઢીને નોકરભરતી સંબંધી કાર્યવાહીની માહિતી લીધી છે. લોકસેવા આયોગની કક્ષાની બહાર 50 ટકા ખાલી પદ ભરવા પરવાનગી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...