તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકાનું બજેટ:કોરોનાને કારણે રૂ. 636.73 કરોડની ઘટ, રૂ. 39,388 કરોડનું બજેટ રજૂ

મુંબઈ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • મહાપાલિકાનું 2021-22નું બજેટ રજૂ
 • પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં, પરંતુ 500 ચો.ફૂટ સુધીનાં ઘરોને તેમાં માફી નહીં
 • કોસ્ટલ રોડ, ગોરેગાવ મુલુંડ લિંક રોડ, બેસ્ટ ઉપક્રમ માટે ભરપૂર જોગવાઈ

મુંબઈ મહાપાલિકાનું 2021-2022 આર્થિક વર્ષનું બજેટ બુધવારે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે રજૂ કર્યું. આ વખતે મુંબઈ મહાપાલિકાનું બજેટ રૂ. 39,388 કરોડનું છે, જે ગયા વર્ષની તુલનામાં 16.74 ટકા વધુ છે. આ હમણાં સુધીનો સૌથી મોટું બજેટ છે. મહાપાલિકાએ આ વખતે ઘરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ વધારો કર્યો નથી. સામાન્ય રીતે દર વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં 8-10 ટકાનો વધારો થતો હોય છે. આગામી ફેબ્રુઆરીમાં આવી રહેલી મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીલક્ષી બજેટ હોવાનું પણ માનવામાં આવે છે.

ગત ચૂંટણીમાં શિવસેના દ્વારા મુંબઈમાં 500 ચો.ફૂટ સુધીનાં ઘરો માટે કોઈ પ્રોપર્ટી ટેક્સ લાગુ નહીં થશે એવી ઘોષણા કરવામાં આવી હતી, જે ફક્ત ઘોષણા જ રહી છે. કોરોના સાથે લડાઈમાં પોતાને સંપૂર્ણ સમર્પિત કરવાને લીધે ગત વર્ષની તુલનામાં મહેસૂલી આવકમાં રૂ. 636.73 કરોડનો ઘટાડો નોંધાયો છે. કમિશનર ઈકબાલસિંહ ચહલે સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ પાસે 2021-22ના આર્થિક વર્ષનું બજેટ રજૂ કર્યું.

આ વખતનું બજેટ રૂ. 39,388 કરોડનું છે, જ્યારે ગયા વર્ષે તે રૂ. 33,434.50 કરોડનું હતું. દરમિયન રાજ્ય સરકાર પાસેથી મહાપાલિકાને રૂ. 5274.16 કરોડનાં લેણાં આવવાનાં બાકી હોઈ તેમાં શિક્ષણ ખાતા પાસેથી રૂ. 3628.83 કરોડનો સમાવેશ થાય છે.

કયા પ્રકલ્પો માટે કેટલી જોગવાઈ : શિવસેનાનો મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રકલપ માટે રૂ. 2000 કરોડની જોગવાઈ કરાઈ છે. ગોરેગાવ મુલુંડ લિંક રોડ માટે રૂ. 1300 કરોડ, બેસ્ટ ઉપક્રમ માટે રૂ. 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ સેવા શુલ્ક અને છાનબીન શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. રખડી પડેલી હોસ્પિટલોની દુરસ્તી કરવામાં આવશે.

નવી હોસ્પિટલો ઊભી કરવામાં આવશે. નર્સિંગ સ્કૂલનું રૂપાંતર નર્સિંગ કોલેજમાં કરવામાં આવશ. એમઆરઆઈડીસીએલ થકી ર. 1675 કરોડનો અંદાજિત ખર્ચ ધરાવતા 12 પુલોનું કામ હાથમાં લેવાશે. ગંદાં પાણીની પુન:પ્રક્રિયાના પ્રકલ્પ માટે રૂ. 1339.94 કરોડ, મીઠી નદીના સુશોભિકરણ માટે રૂ. 280 કરોડ, મોહરા, માહુલ પમ્પિંગ સ્ટેશન માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સફાઈ કામગારો માટે યોજના : નદીઓના પુનરુજ્જીવન પ્રકલ્પ માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દેવનાર પશુવધગૃહ આધુનિકીકરણ માટે રૂ. 30 કરોડ, સફાઈ કામગારો માટે નિવાસસ્થાન આશ્રય યોજના માટે રૂ. 500 કરોડ, મુંબઈ મલનિ:સારણ પ્રકલ્પ માટે રૂ. 1995.86 કરોડ, જળવાહિનીઓની સુધારણા માટે રૂ. 213 કરોડ, પાણી વિભાગ માટે રૂ. 562.17 કરોડ, ભૂમિગત ટનલ માટે રૂ. 319 કરોડ, મલ:નિસારણ પ્રચાલન અને દેખભાળ માટે રૂ. 169 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આરોગ્ય બજેટમાં વધારો
વર્ષની શરૂઆતમાં કોરોનાનું સંકટ આવ્યું. આ સંકટનો સામનો કરતી વખતે આરોગ્ય સુવિધાઓ પર સૌથી વધુ ખર્ચ કરવો પડ્યો છે. આથી આ વખતના બજેટમાં આરોગ્ય સેવા- સુવિધાઓ માટે ગત વર્ષની તુલનામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ માટે રૂ. 4760 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષની તુલનામાં રૂ. 500 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સર્વ મેડિકલ કોલેજ અને મુખ્ય હોસ્પિટલોમાં યંત્રસામગ્રી પૂરી પાડવા માટે રબ. 96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા મહાપાલિકાના કોવિડ યોદ્ધાઓના કુટુંબીઓને રૂ. 50 લાખની મદદ આપવામાં આવશે.

પ્રોપર્ટી ટેક્સ આવકમાં 2268.58 કરોડનો ઘટાડો
મહાપાલિકાને પ્રોપર્ટી ટેક્સમાંથી રૂ. 6768.58 કરોડની આવક મળવાનું અપેક્ષિત હતું, પરંતુ સુધારિત બજેટ અનુસાર હવે રૂ. 4500 કરોડ તિજોરીમાં જમા થશે, એમ ચહલે આ સમયે જણાવ્યું હતું. 2020-21માં પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂ. 2268.58 કરોડનો ઘટાડો થયો છે. આવકનો બીજો મુખ્ય સ્રોત વિકાસ નિયોજન ખાતામાંથી રૂ. 3879.51 કરોડની આવક અપેક્ષિત હતી, પરંતુ હમણાં સુધી ફકત રૂ. 1199.99 કરોડની આવક જમા થઈ છે. એસઆરએ પાસેથી મહાપાલિકાને જમીન શુલ્ક પેટે રૂ. 618 કરોડ અને મૂળભૂત સુવિધા વિકાસ આકારમાંથી રૂ. 982 કરોડ આવવાના છે, એમ ચહલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો