તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 37,236, જ્યારે મરણાંક 549

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં તેનાં પરિણામો હવે દેખાવા લાગ્યાં છે. ખાસ કરીને મુંબઈમાં નવા કેસ નોંધપાત્ર રીતે ઓછા થયા છે, પરંતુ મરણાંકની બાબતમાં મુંબઈ હજુ પણ ટોચ પર છે.સોમવારે સાંજે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 37,236 નવા કેસ નોંધાયા હતા, જેની સામે 61,607 દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિકવરી રેટ આ સાથે 86.97 ટકા થયો છે.

આ સમયગાળામાં 549 દર્દીનાં મોત થયાં હતાં, જે સાથે મૃત્યુ દર 1.49 ટકા થયો છે.હાલ રાજ્યમાં 36,70,320 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં અને 26,664 લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે. 5,90,818 એક્ટિવ કેસ છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં નવા કેસ ઘટીને 1782 થયા છે, જ્યારે 74 દર્દીનાં મોત થયાં છે ,જે સંખ્યા રાજ્યમાં સૌથી વધુ છે.

અહમદનગરમાં સૌથી વધુ 3533 કેસ નોંધાયા હતા, જ્યારે 17નાં મોત થયાં હતાં, જ્યારે પુણેમાં 2300 કેસ નોંધાયા હતા, જ્યારે 9નાં મોત થયાં હતાં. સાતામાં 2215 નવા કેસ દાખલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...