કોરોનાવાઈરસ / કોરોનાબાધિત મૃતદેહ દફન કરવાથી સંક્રમણ થવાનો આધાર નથીઃ કોર્ટ

Corona-buried corpses are not the basis for transition: Court
X
Corona-buried corpses are not the basis for transition: Court

  • અરજી નકારીને કોર્ટે વર્તમાન સ્થિતિ જોતાં દંડ લેવામાં આવતો નથી એવી નોંધ કરી

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. કોરોનાથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના મૃતદેહોને દફન કરવામાં આવે તો તેનાથી સામૂહિક સંક્રમણ થઈ શકે છે એવી અરજી હાઈ કોર્ટે શુક્રવારે નકારી કાઢી હતી. અરજદાર અને સરકારી પક્ષને સાંભળ્યા પછી અરજી નકારી કાઢી હતી. આવી અરજી કરવી તે દંડને પાત્ર છે, પરંતુ કોરોનાને લીધે ઉદભવેલા ભયથી આ અજી કરાઈ હોવાથી દંડ લેવામાં આવતો નથી, એવી નોંધ કોર્ટે કરી હતી.કબ્રસ્તાનમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને દફન કરવામાં આવે ત્યારે જરૂરી પ્રક્રિયાઓનું પાલન થાય એ દષ્ટિએ સ્થાનિક પોલીસ અને રઝા એકેડેમીની ટાસ્ક ફોર્સ ટીમને જણાવવા બાબતનાં માર્ગદર્શક ધોરણો જારી કર્યા છે. એ વિશે નાગરિકોની માહિતી માટે સમન્વયકોના સંપર્ક નંબર જાહેર કર્યા છે એવી ભૂમિકા મહાપાલિકાએ હાઈ કોર્ટમાં એફિડેવિટમાં રજૂ કરી હતી. 
મહાપાલિકાને ૧૯ મે સુધી ભૂમિકા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો
નિવાસી ઈમારતો નજીક આવેલા બાંદરાનાં ત્રણ કબ્રસ્તાનોમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને દફન કરવા રહેવાસીઓ માટે જોખમકારક છે એવો ડર વ્યક્ત કરતાં તેની પર બંધી મૂકવાની માગણી કરતી અરજી પ્રદીપ ગાંધી અને અન્ય સ્થાનિક રહેવાસીઓએ કરી હતી. હાઈ કોર્ટે અગાઉ અરજદારની તાત્કાલિક વિનંતી ફગાવી દીધા બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જોકે મહાપાલિકાનો પક્ષ સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે ફરીથી આ પ્રકરણ હાઈ કોર્ટમાં મોકલ્યું હતું. હાઈ કોર્ટે મહાપાલિકાને ૧૯ મે સુધી ભૂમિકા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ અનુસાર સહાયક મેડિકલ અધિકારી ડોકટર દીપક ચવ્હાણે એફિડેવિટ દ્વારા મહાપાલિકાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ફેફસાંઓ પર યોગ્ય પ્રક્રિયા નહીં કરાય તો સંક્રમણ માટે કારણભૂત થઈ શકે છે
કોરોનાનો મુકાબલો કરવા વૈશ્વિક આરોગ્ય સંગઠને (ડબ્લ્યુએચઓ) સતત વ્યાપક સંશોધન કરીને માર્ગદર્શક ધોરણો જારી કર્યાં છે. ઈબોલા, કોલેરા જેવા રોગ છોડીને અન્ય રોગથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના મૃતદેહ સંસર્ગજન્ય હોતા નથી. કોરોના મૃતકોના સંદર્ભે ફક્ત આવા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરતાં ફેફસાંઓ પર યોગ્ય પ્રક્રિયા નહીં કરાય તો સંક્રમણ માટે કારણભૂત થઈ શકે છે. અન્યથા આવા મૃતદેહોના માધ્યમથી કોરોનાનું સંક્રમણ થતું નથી. સંસર્ગજન્ય રોગોના મૃતકોના મૃતદેહો બાળવા જરૂરી હોવાની સમજ ખોટી છે. મૃત્યુ પામેલા વ્યક્તિની પ્રતિષ્ઠા અને એના કુટુંબીઓની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો આદર કરવો જોઈએ એમ ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે. એ સાથે મૃતદેહોના માધ્યમથી કોરોનાનું સંક્રમણ થતું હોવાનું આજ સુધી કોઈ ઉદાહરણ મળ્યું નથી. તેથી અરજદારના ડરનો કોઈ શાસ્ત્રીય આધાર નથી એમ જણાવવું મહાપાલિકા તરફથી રજૂ કરવામાં આવ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી