કોરોનાવાઈરસ:કોરોના અને સંબંધિત કામ કરતા કર્મીઓને હવે રૂપીયા 50 લાખનું વીમા કવચ મળશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરજ બજાવતા કોરોનાથી મૃત્યુ થાય તો કુટુંબીજનોને સહાય

કોરોના રોગ પ્રતિબંધક અને સારવાર કામ સાથે સંબંધિત ફરજ પૂરી પાડતા સરકારી, ખાનગી, કોન્ટ્રેક્ટ, માનવસેવા કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓને ૫૦ લાખ રૂપિયાનું વીમા સંરક્ષણ પૂરું પાડવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. વીમા સંરક્ષણ માટે કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી ફરજ બજાવતા સંબંધિત કર્મચારીનું મૃત્યુ કોરોનાને કારણે થાય તો એના કુટુંબીઓને રાજ્ય સરકાર તરફથી ૫૦ લાખ રૂપિયાનું સાનુગ્રહ અનુદાન આપવામાં આવશે એવી માહિતી ઉપ મુખ્યમંત્રી અજિત પવારે આપી હતી. કોરોનાના રોગચાળામાં દર્દીઓનું સર્વેક્ષણ, શોધખોળ, પ્રતિબંધાત્મક ઉપાયયોજના, ટેસ્ટ્સ, સારવાર, મદદકાર્ય જેવી અનેક જવાબદારીઓ પાર પાડવા માટે મોટા પ્રમાણમાં મનુષ્યબળ જોખમ ઉઠાવીને ફરજ બજાવી રહ્યા છે.

સરકારના માધ્યમથી ૫૦ લાખ રૂપિયાનું સાનુગ્રહ અનુદાન સંબંધિતોને આપવામાં આવશે

આ કર્મચારીઓની સુરક્ષા તેમ જ તેમના કુટુંબીઓના ભવિષ્ય બાબતે રાજ્યસરકાર ગંભીર છે. એ દષ્ટિએ આ મહત્ત્વપૂર્ણય નિર્ણય જારી કરવામાં આવ્યો છે. આરોગ્ય સેવાના કર્મચારીઓને આવી કેન્દ્રિય યોજનાનો લાભ પહેલાંથી મળતો આવ્યો છે. સરકારી નિર્ણય અનુસાર કોરોના વિરુદ્ધ લડાઈમાં સહભાગી થયેલા જિલ્લા પ્રશાસન, પોલીસ, હોમગાર્ડ, આંગણવાડી કર્મચારી, એકાઉન્ટ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠો, સ્વચ્છતા, ઘેરઘેર સર્વેક્ષણ માટે નિમેલા અન્ય વિભાગના કર્મચારીઓ (દૈનિક ધોરણે, કોન્ટ્રેક્ટ, માનવસેવી જેવા તમામ કર્મચારીઓ) જેવા તમામ ઘટકોને ૫૦ લાખ રૂપિયાના વીમા સંરક્ષણનો લાભ મળશે. આ યોજના વીમા કંપનીના સહકાર્યથી અમલમાં મૂકાશે છતાં આ સંદર્ભે અંતિમ પેકેજ થાય ત્યાં સુધી વચગાળાના નિર્ણય તરીકે રાજ્ય સરકારના માધ્યમથી ૫૦ લાખ રૂપિયાનું સાનુગ્રહ અનુદાન સંબંધિતોને આપવામાં આવશે એમ પવારે જણાવ્યું હતું.

આ યોજના અત્યારે ૩૦ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે એમ પવારે સ્પષ્ટ કર્યું

આ સંરક્ષણનો લાભ મેળવવા , સંબંધિત કર્મચારી કોરોનાના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થાય એ પહેલાં અથવા કમનસીબે મૃત્યુ થાય એ પહેલાંના ૧૪ દિવસના સમયગાળામાં ફરજ પર હાજર હતો એમ જિલ્લાધિકારી અથવા વિભાગ પ્રમુખે પ્રમાણિત કરવું અનિવાર્ય છે. આ પહેલાં લાગુ થયેલા અથવા ભવિષ્યમાં લાગુ થનારી યોજના અંતર્ગત આવા લાભ માટે પાત્ર ઠરેલા કર્મચારીઓને આ યોજના લાગુ નહીં હોય. આવી જ યોજના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અને રાજ્ય સરકારી સાર્વજનિક ઉપક્રમ તરફથી પણ અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અત્યારે ૩૦ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે એમ પવારે સ્પષ્ટ કર્યું હતું. 
ડોકટરોના પગારમાં વધારો : મુંબઈ સહિત રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણ વિરુદ્ધ લડત આપવા રાતદિવસ મહેનત કરતા મેડિકલ સેવા ક્ષેત્રના ડોકટરોના પગારમાં મોટો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધો હતો. બોન્ડેડ ડોકટરો અને કોન્ટ્રેક્ટ સ્વરૂપમાં કામ કરતા ડોકટરોનો પગાર એક સમાન કરવાનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકારે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...