કોરોના અપડેટ:અમિતાભ બચ્ચનના બંગલોમાં પણ કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલીવૂડ- ટેલીવૂડના અનેક કલાકારો કોરોના સંક્રમિત

મુંબઇમાં રાજકારણીથી લઇને બોલીવૂડની હસ્તીઓ કોરોનાના ઝપટમાં આવી ગઇ છે. દરરોજ કોઇ ને કોઇ બોલીવૂડ અને ટેલીવૂડ કલાકારો સંક્રમિત થઇ રહ્યા છે. આ કડીમાં 79 વર્ષના અમિતાભ બચ્ચનના ઘરમાં ફરીથી કોવિડે એન્ટ્રી લીઘી છે. જોકે આ વખતે અમિતાભ બચ્ચનના ઘરના સ્ટાફમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. સોશિયલ મિડિયામાં એક્ટિવ રહેતા બીગ- બી એ હાલમાં જ તેના બ્લોગમાં કોરોના અંગે વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, ઘરમાં તેઓ કોવિડ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

2 જાન્યુઆરી રવિવારે અમિતાભ બચ્ચનના ઘરે કામ કરતા 31 સ્ટાફ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, અને તેમાંથી એક કર્મચારી પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન, આરાધ્યા, અભિષેક તથા ઐશ્વર્યાને જુલાઈ, 2020માં કોરોના થયો હતો. આ ચારેયને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, એક્ટર તથા તેમનો પૂરો પરિવાર સુરક્ષિત છે. તમામ લોકો જલસા બગલામાં જ છે. તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ કર્મચારી સાથે બચ્ચન પરિવારનો કોઈ સીધો સંપર્ક થયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...