કોરોના કહેર:કોર્ડેલિયા ક્રુઝ મુંબઈમાં આવતાં 66 કોરોનાગ્રસ્તો કોવિડ સેન્ટરમાં ભરતી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય તમામ મુસાફરો અને ક્રુ સભ્યોને ટેસ્ટ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી બહાર નહીં આવવા દેવાય

મુંબઇમાં ગોવાથી 2,000થી વધુ લોકોને લઈને કોર્ડેલિયા ક્રૂઝ મંગળવારે સાંજે 7 વાગ્યે ગ્રીન ગેટ પર પહોંચ્યું હતું. આ કુઝમાં સવાર 66 કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દીઓને રિચર્ડસન અને ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરવા માટે લઇ જવામાં આવ્યા હતા, જયારે ક્રુઝમાં સવાર અન્ય તમામ મુસાફરોનું આરટી-પીસીઆર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મહાપાલિકાની ટીમ કુઝ પર પહોંચી હતી અને બે ખાનગી લેબને ટેસ્ટિંગ માટે સોંપણી કરવામાં આવી છે. બાકી તમામ મુસાફરો અને ક્રુ સભ્યોનો રિપોર્ટ બુધવારે સવારે 9 વાગ્યે આવે તેવી શક્યતા છે. ત્યાં સુધી તેમણે ક્રુઝ પર જ રહેવું પડશે એમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન જહાજમાં સવાર તમામ 2016 લોકોએ શનિવારે ગોવાના સમુદ્રમાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાંથી 66 સંક્રમિત મળ્યા હતા. જહાજમાં ચેપ લાગ્યા બાદ, ગોવા સરકાર દ્વારા વહાણમાં રહેલા લોકોને નીચે ઊતરવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેને મુંબઈ પરત કરવામાં આવ્યું હતું.

મુંબઈ આવ્યા બાદ તમામ પોઝિટિવ દર્દીઓને ગ્રીન ગેટમાંથી બહાર કાઢીને તેઓને એમ્બ્યુલન્સ દ્વારા સીધા જ જમ્બો કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. મહાપાલિકાએએ તેમના માટે 17 સીટર પાંચ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. લક્ષણો વગરના ચેપગ્રસ્ત પ્રવાસીઓ મહાપાલિકા દ્વારા નિયુક્ત હોટેલમાં પણ રોકાઈ શકે છે. સમગ્ર ખર્ચ તેઓએ જાતે ઉઠાવવો પડશે ક્રુઝ પર સવાર લોકો જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને આગામી 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

પોઝિટિવ આવનારને હોમ આઈઝોલેશન
ક્રુઝ પર સવાર લોકો જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને આગામી 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. કોર્ડેલિયા ક્રૂઝ 31 ડિસેમ્બરે મુંબઈથી ગોવા માટે રવાના થઈ હતી. મુંબઈ છોડતી વખતે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરોએ ઝડપી એન્ટિજેન ટેસ્ટ કરાવ્યો હતો. ક્રૂ મેમ્બરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ગોવાના મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે જહાજને દરિયામાં રોકવામાં આવ્યું હતું. ત્યાંની સરકારે જહાજને ડોક કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...