માસ્કમાં ઈલેકટ્રોનિક ડિવાઈસ:પરીક્ષામાં કોપી કરવાનું પણ હવેથી હાઈટેક બન્યુ

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોલીસ કોન્સ્ટેબલ માટે લેવામાં આવતી લેખિત પરીક્ષામાં એક ઉમેદવારે કોપી કરવા માટે ચાલાકીથી માસ્કમાં ઈલેકટ્રોનિક ડિવાઈસ વાપરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસની નજરથી એ બચી શક્યો નહોતો. પેપર શરૂ થવા પહેલાં જ આ બાબત ધ્યાનમાં આવતા ઉમેદવાર નાસી ગયો હતો. પિંપરી-ચિંચવડ આયુક્તાલય અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલ પદની 720 સીટની ભરતી માટે 80 સેંટર પર પરીક્ષા લેવામાં આવી હતી.

આ પાર્શ્વભૂમિ પર પોલીસોનો મોટો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ આયુક્તાલયની 720 સીટ માટે કુલ 1 લાખ 89 હજાર 732 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. હિંજવડી ખાતેની એક સ્કૂલમાં એક ઉમેદવારના માસ્કમાં ઈલેકટ્રોનિક ડિવાઈસ મળી આવ્યા હતા. માસ્કમાં ઈલેકટ્રોનિક બેટરી, મોબાઈલ સિમ કાર્ડનો ઉપયોગ કરીને કોપી કરવાનો પ્રયત્ન કરવામાં આવનાર હતો. આ બાબત ધ્યાનમાં આવતા જ સંબંધિત ઉમેદવાર નાસી ગયો હતો. એને કોપી કરવા માટે કોણ મદદ કરવાનું હતું, એના બીજા કોઈ સાથીદાર છે કે? એની તપાસ હિંજવડી પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...