તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદનો અંત:મહારાષ્ટ્ર સહકારી બેન્ક ગોટાળામાં વિવાદનો અંત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્યોની માગ પર અન્ય જજ સામે સુનાવણી

રાજ્યની સર્વોચ્ચ બેન્ક મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક (એમએસસી બેન્ક)માં ગોટાળા પ્રકરણની સુનાવણી કરતા જસ્ટિસ એ. સી. ડાગાની વર્તણૂક પૂર્વગ્રહયુક્ત છે એવો આરોપ કરીને વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે અને અન્ય ત્રણ જણે અરજી કરવાથી નિર્માણ થયેલો વિવાદ આખરે મટી ગયો છે. ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદા હેઠળ આ પ્રકરણની સુનાવણી કરતી કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી જસ્ટિસ આર ડી પાટીલની નિમણૂક કરવામાં આવવાથી અને જસ્ટિસ ડાગાને અન્ય પ્રકરણની સુનાવણીની જવાબદારી સોંપવાને લીધે આ વિવાદ મટી ગયો છે.

સંબંધિત જજને સુનાવણીનાં કામકાજ માટે હવે અન્ય કોર્ટ આપવામાં આવી હોવાથી કોર્ટ બદલવાની આ અરજી નિરર્થક ઠરી છે, એવી નોંધ કરીને પ્રિન્સિપાલ જસ્ટિસ એસ બી અગરવાલે અણ્ણા હજારે સહિત શાલિનીતાઈ પાટીલ, માણિકરાવ જાધવ અને કિસન કાવડની અરજીનો નિકાલ લાવી દીધો છે.આ ગોટાળા પ્રકરણમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા તપાસને અંતે પ્રકરણ બંધ કરવા માટે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા પછી તેના મૂળ ફરિયાદી સુરિંદર અરોરા સાથે હજારે, પાટીલ, જાધવ અને કાવડે વરિષ્ઠ વકીલ સતીશ તલેકર થકી પ્રોટેસ્ટ અરજી દાખલ કરી હતી.

પ્રોટેસ્ટ અરજી જસ્ટિસ ડાગા સામે પ્રલંબિત હતી ત્યારે તપાસના મૂળ દસ્તાવેજોનો આગ્રહ રાખ્યા પછી ઈઓડબ્લ્યુએ આપેલા લગભગ 75,000 પાનાંના વધારાના દસ્તાવેજોનો અભ્યાસ કરીને લેખિત રજૂઆત રજૂ કરવા માટે મુદત માગવા છતાં જસ્ટિસ ડાગાએ તે આપી નહીં.

અન્ય સમાચારો પણ છે...