તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ઓક્સિજનનો પુરવઠો અખંડિતપણે મળે એ માટે જિલ્લા સ્તરે નિયંત્રણ કક્ષ

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 ડ્યુરા સિલિંડર અને 200 મોટા સિલિંડરનો અનામત સ્ટોક રાખવા આદેશ

કોરોનાના સમયમાં ગંભીર દર્દીઓની સારવાર માટે સમય પર ઓક્સિજન મળે અને અખંડિતપણે મળતો રહે એ માટે જિલ્લા, વિભાગીય અને રાજ્ય સ્તરે સમિતિઓની સ્થાપના કરવા સાથે જ જિલ્લાસ્તરે નિયંત્રણ કક્ષ શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આપ્તકાલીન પરિસ્થિતિમાં દરેક મહેસૂલ વિભાગના મધ્યવર્તી ઠેકાણે 50 ડ્યુરા સિલિંડર અને 200 મોટા આકારના સિલિંડરનો અનામત સ્ટોક રાખવાનો આદેશ પણ વિભાગીય આયુક્તોને આપવામાં આવ્યો છે એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ ભાગોમાં ગંભીર દર્દીઓને સમયસર ઓક્સિજન મળતો નથી એવી ફરિયાદો મોટા પ્રમાણમાં આવી રહી છે. એની નોંધ લેતા રાજ્યમાં ક્યાંય પણ ઓક્સિજનની અછત વર્તાય નહીં એ માટે સરકારે આ નિર્ણય લીધો છે.

ટોપેએ રાષ્ટ્રીય પ્રાણવાયુ ઉત્પાદક સંગઠનના અધ્યક્ષ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરીને રાજ્યને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પુરવઠો થાય એ માટે સૂચનાઓ આપી હતી. આપ્તકાલીન પરિસ્થિતિમાં ઓક્સિજનનો પુરવઠો ખંડિત ન થાય એ માટે આપ્તકાલીન પરિસ્થિતિમાં દરેક મહેસૂલ વિભાગના મધ્યવર્તી ઠેકાણે 50 ડ્યુરા સિલિંડર અને 200 મોટા આકારના સિલિંડરનો અનામત સ્ટોક રાખવાનો આદેશ પણ વિભાગીય આયુક્તોને આપવામાં આવ્યો છે.

રાજ્યમાં મળતા કોરોનાના દર્દીઓમાંથી સરેરાશ કેટલા દર્દીઓને ઓક્સિજનવાળો બેડ જરૂરી છે એનો કયાસ કાઢીને દરેક જિલ્લા અને મહાપાલિકા કાર્યક્ષેત્રમાં એના અનુસાર ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ રહે એ બાબતે ઉપાયયોજના કરવામાં આવી રહી છે. ઓક્સિજન પુરવઠા નિયંત્રણ માટે દરેક જિલ્લામાં જિલ્લાધિકારીની અધ્યક્ષતા હેઠળ સમિતિ સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિમાં અન્ન અને ઔષધ પ્રશાસન, ઉદ્યોગ વિભાગ, પરિવહન વિભાગ અને સાર્વજનિક આરોગ્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ છે.

ઓક્સિજન પુરવઠામાં સમન્વય સાધવા વિભાગીય સ્તરે વિભાગીય આયુક્તોની અધ્યક્ષતા હેઠળ આ જ પ્રકારની સમિતિની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય સ્તરે આરોગ્ય સેવા આયુક્ત સાથે અન્ન અને ઔષધ પ્રશાસન, ઉદ્યોગ વિભાગ અને પરિવહન અધિકારીની સમિતિની સ્થાપના કરવામાં આવી હોવાનુ ટોપેએ જણાવ્યું હતું. જિલ્લાસ્તરે ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ તેમ જ હોલસેલ ડિલરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જિલ્લાદીઠ સમન્વય અધિકારી નિમવામાં આવ્યા છે. રાજ્ય સ્તરે અન્ન અને ઔષધ પ્રશાસન મારફત નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં ઓક્સિજનના 17,753 મોટા, 1547 મધ્યમ અને ડ્યુરા સિલિંડર 230 છે. લિક્વિડ ક્રાયોજેનિક ઓક્સિજન ટેંક્સ 14 છે અને હજી વધુ 16 ઠેકાણે કામ ચાલુ હોવાનું ટોપેએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...