તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકલ ટ્રેનો શરૂ થયા પછી સ્થિતિ સતત બગડી રહી હોવાથી પ્રશાસન ચિંતામાં

મુંબઈ સહિત રાજ્યમાં નવ મહિના પછી કોરોનાની સ્થિતિ માંડ સુધર્યા પછી શહેરની જીવાદોરી લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવ્યા બાદ નવા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે પ્રશાસનની ચિંતા વધી છે. ખાસ કરીને હવે રોજ સાજા થઈને ઘરે જતા દર્દીઓની સંખ્યા કરતાં પણ નવા કેસ વધુ નોંધાઈ રહ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલી આંકડાવારી અનુસાર બુધવારે સવારે 8.00 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4787 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 3853 દર્દીઓને સાજા થવા પર રજા આપવામાં આવી છે. રાજ્યનો રિકવરી રેટ 95.62 ટકા હોવા છતાં નવા દર્દીઓની નોંધ ચિંતાજનક છે. ખાસ કરીને મુંબઈની લોકલ ટ્રેનો 1 ફેબ્રુઆરીથી શરૂ થયા પછી કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 40 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. મૃત્યુ દર હવે 2.49 ટકા છે. રાજ્યમાં હાલ 1,95,704 લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા છે, જ્યારે 1664 જણને સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં રખાયા છે. રાજ્યમાં 38,013 એક્ટિવ કેસ છે, જ્યારે 51,631 દર્દીનાં મોત થયાં છે.

કલ્યાણ ડોંબિવલીમાં સૌથી વધુ મોત
દરમિયાન છેલ્લા 24 કલાકમાં કલ્યાણ ડોંબિવલીમાં સૌથી વધુ પાંચ જણનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. રત્નાગિરિમાં પણ પાંચનાં મોત થયાં છે. મુંબઈમાં ત્રણ થાણેમાં 1નાં મોત થયાં છે. પાલઘર 1, પનવેલ 2, નાશિક 2, નાશિક મનપા 1, પુણે 1, પુણે મનપા 1, પિંપરી ચિંચવડ 1, સોલાપુર 1, સાંગલી 1, સિંધુદુર્ગમાં 1, અમરાવતી 4, અમરાવતી મનપા 3, યવતમાળ 1નાં મોત થયાં છે.

ક્વોરન્ટાઈનમાંથી ચાર જણ ફરાર
દરમિયાન સાંતાક્રુઝ પૂર્વની હોટેલ સાઈ ઈનમાં ક્વોરન્ટાઈનમાં રખાયેલા ચાર પ્રવાસીઓ ભાગી ગયા હોવાનું બુધવારે મેયર કિશોરી પેડણેકરે અચાનક મુલાકાત લેતાં જણાયું હતું. આથી તેમણે સંબંધિત પ્રવાસી અને હોટેલ માલિક સામે ગુનો દાખલ કરવા મહાપાલિકા અને પોલીસને આદેશ આપ્યા હતા. ઉપરાંત આ ચાર પ્રવાસીઓને કોઈ પણ પરિસ્થિતિમાં શોધીને ફરીથી ક્વોરન્ટાઈન કરવા માટે તેમણે નિર્દેશ આપ્યા હતા.

એક્ટિવ કેસમાં પુણે મોખરે
પુણે 7509 કેસ સાથે એક્ટિવ કેસની બાબતમાં મોખરે છે, જે પછી 5005 કેસ સાથે નાગપુર બીજા ક્રમે, 4681 કેસ સાથે થાણે ત્રીજા ક્રમે અને તે પછી 4530 કેસ સાથે મુંબઈ ચોથા ક્રમે આવે છે. રાજ્યમાં ચિંતાવાળા જિલ્લાઓમાં અમરાવતીમાં 3468 એક્ટિવ કેસ છે, જ્યારે અન્ય સર્વ જિલ્લાઓમાં 1000થી ઓછા કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો