તપાસ:તિહાર જેલમાં બંધ ઠગ સુકેશના શિલ્પા અને શ્રદ્ધા સાથે પણ સંપર્ક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • હરમન બાવેજા જૂનો મિત્ર હોવાનો પણ દાવો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની પૂછપરછ દરમિયાન આ કેસમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અનેક બોલિવૂડની જાણીતી અભિનેત્રી સાથે સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. અહેવાલો અનુસાર, શિલ્પા શેટ્ટી અને શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે. વાસ્તવમાં, સુકેશે પૂછપરછ દરમિયાન આ બંને અભિનેત્રીઓ સાથેના તેના કનેક્શનની વાત કબૂલી છે.

સુકેશે ઇડીને જણાવ્યું કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. આટલું જ નહીં, તેણે એનસીબીના કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પણ મદદ કરી હતી. નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ એંગલ કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે તપાસ દરમિયાન સામે આવ્યું હતું. આ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યા બાદ એનસીબીએ તેને પણ આ સંબંધમાં પૂછપરછ માટે બોલાવી હતી.

સુકેશે પૂછપરછ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે તે અભિનેતા હરમન બાવેજાને પણ ઓળખતો હતો. સુકેશે જણાવ્યું કે હરમન તેનો જૂનો મિત્ર છે. તે હરમનની આગામી ફિલ્મ કેપ્ટન કો-પ્રોડ્યુસ પણ કરવાનો હતો. આ ફિલ્મમાં અભિનેતા કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે.આ સિવાય સુકેશે જણાવ્યું કે તેણે રાજ કુન્દ્રાના કાનૂની કેસ માટે શિલ્પા શેટ્ટીનો સંપર્ક કર્યો હતો.

નોંધનીય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને આ વર્ષે પોર્નોગ્રાફિક ફિલ્મના કેસમાં જેલની સજા કરવામાં આવી હતી. આ કેસમાં પૂછપરછ દરમિયાન સુકેશે જણાવ્યું કે શિલ્પા તેની મિત્ર છે. રાજ કુન્દ્રાની જેલમાંથી મુક્તિની સ્થિતિ અંગે તેણે શિલ્પાનો સંપર્ક કર્યો હતો.આવી સ્થિતિમાં સુકેશના ખુલાસા બાદ હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂર, અભિનેતા હરમન બાવેજા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ ઇડીના રડાર પર આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...