શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા સામે ફરી એક વાર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે. સોમૈયાના કુટુંબીઓ દ્વારા ચલાવવામાં આવતા યુવા પ્રતિષ્ઠાનના માધ્યમથી મીરા- ભાયંદર મહાપાલિકા અને અન્ય ઠેકાણે લગભગ રૂ. 100 કરોડનો ટોઈલેટ ગોટાળો કરવામાં આવ્યો છે એવો આરોપ રાઉતે કર્યો છે. આ સામે સોમૈયાએ બધા આરોપ ફગાવી દીધા છે. જોકે કોઈ પણ કાર્યવાહી કરવા પૂર્વે પહેલાં અમારો સંપર્ક કરો એવો પત્ર સોમૈયાએ નગરવિકાસ ખાતાના પ્રધાન સચિવ ભૂષણ ગગરાણીને મોકલ્યો છે.
રાઉતના આરોપ પછી સોમૈયાએ આ આરોપ ફગાવી દીધા હોઈ તેમાં કોઈ તથ્ય નથી એમ જણાવ્યું હતું. આ પછી તેમણે આગામી પગલાંમાં ગગરાણીને પત્ર લખ્યો છે. આ પ્રકરણમાં કોઈ પણ કાર્યવાહી કરવા પૂર્વે અમારો સંપર્ક કરો એમ જણાવવામાં આવ્યું છે.ટોઈલેટ ગોટાળાનો આરોપ રાજકીય હેતુથી કરવામાં આવ્યો છે. તેની અમે ગંભીર દખલ લઈએ છીએ.
આ સંબંધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા પૂર્વે આ સંપૂર્ણ બાબતનો ફરી એક વાર વિચાર કરવો. જરૂર હોય તો અમારો સંપર્ક કરો, અમે સંબંધિત સર્વ માહિતી પુરાવા સાથે આપવા માટે તૈયાર છીએ, એમ પત્રમાં જણાવાયું છે.રાજકીય અથવા દબાણ હેઠળ સોમૈયા પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાનું કૃત્ય અધિકારી કરશે નહીં એવો વિશ્વાસ છે, એમ પણ તેમણે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.