નિર્દેશ:ડ્રગ્સ કેસમાં ગોસાવીનું નિવેદન નોંધવા પૂના કોર્ટનો સંપર્ક કરવો

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોસાવી મુદ્દે NCB પૂછપરછ કરવા માગે છે, તે માટે કોર્ટ દ્વારા નિર્દેશ

સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષીદાર કિરણ ગોસાવીનું નિવેદન નોંધ કરવાની પરવાનગી માટે પૂના કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ સાથે અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આર્યન સાથે ગોસાવીની સેલ્ફી સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. એનસીબીએ યરવડા સેન્ટ્રલ જેલમાં ગોસાવીનું નિવેદન રેકોર્ડ કરવાની પરવાનગી માગી હતી, જ્યાં તે એક અલગ છેતરપિંડીના કેસના સંબંધમાં 2018થી પુણેમાં કેદ છે.

જસ્ટિસ વી.વી. પાટીલે અરજીનો નિકાલ કરતાં અવલોકન કર્યું કે, ગોસાવી ટેક્નિકલ રીતે પૂનામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કસ્ટડીમાં હોવાથી એનસીબીએ પૂના કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. ગોસાવી અને તેના અંગરક્ષક પ્રભાકર સાઈલ આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી પ્રતિબંધિત પદાર્થની જપ્તિમાં બે સ્વતંત્ર સાક્ષીદાર છે. આ પંચનામામાં આરોપીઓએ કથિત રીતે કહ્યું છે કે તેઓ ડ્રગ્સ સેવન કરવા માટે ક્રુઝ પર જઈ રહ્યા હતા.ગોસાવી પર આર્યનના ફાયદા માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે મની લોન્ડરિંગના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે, દરોડા દરમિયાન કંઈ પણ પ્રાપ્ત થયું નહોતું.

એનસીબીના વકીલ અદ્વૈત સેઠનાએ દલીલ કરી હતી કે ગોસાવી આ કેસમાં સ્વતંત્ર લવાદી છે. તેણે કહ્યું, “અમારે અમારા સીઆર (ક્રુઝ ડ્રગ્સ કેસ)માં ચાર્જશીટ દાખલ કરવાની છે અને તેથી અમે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ તેનું નિવેદન નોંધવા માગીએ છીએ.

સીટ દ્વારા કેની વધુ તપાસ
સેઠનાએ કહ્યું કે તેમના અધિકારીઓ મંગળવારે જ જવા માટે તૈયાર છે અને તેમને ત્રણ દિવસથી વધુની જરૂર નથી. કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, “આર્બિટર સાક્ષીદાર ગોસાવી, જેનું નિવેદન અરજદાર એજન્સી રેકોર્ડ કરવા માગે છે, તે આ કોર્ટની ન્યાયિક કસ્ટડીમાં નથી, પરંતુ જેએમએફસી, પૂનાની ન્યાયિક કસ્ટડીમાં છે. અરજદાર એજન્સીને મંજૂરી આપવામાં આવશે. પ્રાર્થના મુજબ જરૂરી રાહત માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. આ મહિનાની શરૂઆતમાં, ક્રુઝ શિપ ડ્રગ્સ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર વ્યક્તિગત અને સેવા સંબંધિત અનેક આરોપો લગાવ્યા બાદ આ વાત સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...