ભાસ્કર વિશેષ:સમુદ્રના પાણીને મીઠું બનાવવા સલાહકાર નિમાયા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકલ્પથી મુંબઈ માટે દરરોજ 400 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થશે

પાણી માટે મુંબઈની વધતી માગ પૂરી કરવા મહાપાલિકા સમુદ્રનું પાણી મીઠુ બનાવવાના મહત્વકાંક્ષી પ્રકલ્પ મનોરી ખાતે અમલમાં મૂકશે. એના માટે મહાપાલિકાએ સલાહકારની નિમણુક કરી છે. આ પ્રકલ્પ માટે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રકલ્પથી મુંબઈને દરરોજ 400 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થશે. એમાં પહેલા તબક્કામાં 200 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થશે.મુંબઈને મોડકસાગર, તાનસા, અપ્પર વૈતરણા, મધ્ય વૈતરણા, તુલસી, વિહાર અને ભાતસા પ્રકલ્પમાંથી દરરોજ 3850 મિલિયન લીટર પાણી પુરવઠો કરવામાં આવે છે.

જોકે છેલ્લા થોડા વર્ષોથી મુંબઈમાં વધેલું ઔદ્યોગિકીકરણ અને નાગરિકીકરણના લીધે દિવસે દિવસે પાણીની માગ વધી રહી છે. તેથી મહાપાલિકા મુંબઈ માટે પાણીના નવા સ્ત્રોત શોધી રહી છે. એમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સંકલ્પનાથી સમુદ્રના પાણીને મીઠુ બનાવવાનો પ્રકલ્પ અમલમાં મૂકવા કાર્યવાહી ચાલુ છે. આ પ્રકલ્પ માટે મહાપાલિકા લગભગ 3520 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પ્રકલ્પના પહેલા તબક્કામાં દરરોજ 200 અને બીજા તબક્કામાં 400 મિલિયન લીટર શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. આ પ્રકલ્પ સૌરઉર્જા પર ચાલશે. એમટીડીસી તરફથી મળનાર 12 હેકટર જમીન પર આ પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. આ પ્રકલ્પ માટે ઈઝરાઈલી ટેકનોલોજી વાપરવામાં આવશે.

મનોરીમાં પ્રકલ્પ જ્યાં ઊભો કરવામાં આવશે એ જમીન ખડકાળ છે. ત્યાં મેનગ્રોવ્ઝ નથી. તેથી આ પ્રકલ્પના કારણે પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય. હાલની સ્થિતિમાં મહાપાલિકા એક હજાર લીટર પાણી ઉપલબ્ધ કરી આપવા માટે 25 રૂપિયા સુધ ખર્ચ કરીને મુંબઈગરાઓને આ પાણી 3 થી 4 રૂપિયામાં 1 હજાર લીટર દીઠ મુજબ ઉપલબ્ધ કરી આપી રહી છે.

સલાહકારની જવાબદારી
આ પ્રકલ્પનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી મહાપાલિકાએ એક ઈઝરાઈલી કંપનીને આપી છે. 2025 સુધી મહાપાલિકાને આ પ્રકલ્પ શરૂ કરવો છે. એમાં પ્રકલ્પના વિગતવાર પ્રકલ્પ અહેવાલ (ડીપીઆર)ની ચકાસણી, પ્રકલ્પની ડિઝાઈન તપાસવી, એ પછી પ્રકલ્પ ઊભો થતો હોય ત્યારે દેખરેખ કરવાનું કામ સલાહકારનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...