આતંકીની તપાસમાં ખુલાસો:મુંબઈની લોકલ પર ઝેરી ગેસના હુમલાનું ષડયંત્ર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરપકડ કરાયેલા આતંકીની તપાસમાં ખુલાસો

મુંબઈ- દિલ્હીથી છ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા પછી મુંબઈ સહિત સર્વ મુખ્ય શહેરોમાં સુરક્ષા યંત્રણા સતર્ક બની છે. મુંબઈમાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે શનિવારે સવારે વધુ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે મુંબઈ- દિલ્હીમાં અગાઉ ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો પર ઝેરી ગેસની સહાયથી હુમલો કરવાનું ષડયંત્ર આતંકવાદીઓએ ઘડ્યું હતું એવી માહિતી બહાર આવી છે. આને લઈ ભારતીય જાસૂસી સંસ્થા (આઈબી)એ રેલવે પોલીસને સતર્ક રહેવા માટે સૂચના આપી છે.

આઈબીની સૂચના અનુસાર મુંબઈનં રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવામાં આવી છે. કશું શંકાસ્પદ નથી ને તેની ખાતરી રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પર મુખ્ય પ્રવેશદ્વાર છોડીને અન્ય સર્વ માર્ગ બંધ કરવામાં આવ્યા છે.આતંકવાદીઓએ કબૂલ કર્યું છે કે મુંબઈની લોકલ ટ્રેનને લક્ષ્ય બનાવવા માટે રેકી પણ કરવામાં આવી હતી. આ માહિતી આવી અને શનિવારે વધુ એક આતંકવાદીની મુંબઈથી ધરપકડ કરવામાં આવતાં પોલીસ દળ વધુ સતર્ક બની ગયું છે. ખાસ કરીને રવિવારે ગણેશવિસર્જનનો દિવસ હોવાથી પોલીસ હવે ચાંપતી નજર રાખી રહી છે.

ખાસ કરીને મુંબઈમાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની શંકા છે, જેને આધારે તપાસ કરવામાં આવી રહી છે.ગિરદીનાં સ્થળો આતંકવાદીઓનું મુખ્ય લક્ષ્ય હોય છે, જે અગાઉના હુમલામાં સ્પષ્ટ થયું છે. મુંબઈની લોકલમાં રોજ લાખ્ખો પ્રવાસીઓ અવરજવર કરતા હોવાથી આતંકવાદીઓના નિશાન પર છે. આથી પોલીસ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના રોકવા માટે સુસજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...