તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજ્યમાં લાગુ થયેલા લોકડાઉન છતાં લાંચખોરીમાં સતત વધારો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ મહિનામાં 376 લાંચખોરોની ધરપકડ

કોરોનાની ચેન તોડવા માટે લાગુ કરવામાં આવેલા કઠોર પ્રતિબંધોને કારણે કોરોના વાઈરસનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે ત્યારે લાંચખોરીનું સંક્રમણ વધી રહ્યુ છે. રાજ્યમાં જાન્યુઆરીથી મેના સમયગાળામાં 277 છટકા ગોઠવવામાં આવ્યા હતા જેમાં 376 લાંચખોરોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં 208 છટકામાં 291 લાંચખોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેથી સરકારી કાર્યાલયમાં ઓછી ઉપસ્થિતિની લાંચખોર અધિકારીઓ અને કર્મચારીઓ પર કોઈ જ અસર થઈ ન હોવાનું દેખાય છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે માર્ચ 2020માં કઠોર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. એની અસર તમામ ક્ષેત્રો સહિત લાંચખોરો પર પણ દેખાઈ આવી. 2020ના એપ્રિલ અને મે મહિનામાં લાંચખોરીનું પ્રમાણ નજીવુ હતું.

એ પછી લોકડાઉન હળવો થતા જ છટકા અને ધરપકડ થનારા લાંચખોરોનું પ્રમાણ વધ્યું હતું. કોરોનાની બીજી લહેર શરૂ થતા જ ફરીથી કઠોર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા. ગયા વર્ષની જેમ જ લાંચખોરીનું પ્રમાણ ઓછું થવાના બદલે વધી ગયું. માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિનામાં છટકા અને ધરપકડ કરવામાં આવેલા લાંચખોરોની સંખ્યા સરખામણીએ વધારે છે. લાંચખોરીમાં મહેસૂલ વિભાગને પાછળ રાખી દેતા પોલીસે પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2021માં અત્યાર સુધી 85 પોલીસોની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગમાં 81 લાંચખોર એન્ટિ કરપ્શન બ્યુરોના છટકામાં અટવાયા છે. ત્રીજા ક્રમે મહાપાલિકા છે.

લાંચખોરીમાં ઔરંગાબાદ ટોચ પર
લાંચખોરીના દર વર્ષના આંકડા જોઈએ તો સામાન્ય રીતે મુંબઈ કે પુણે વિભાગ ટોચ પર હોય છે. પણ આ વર્ષે મે મહિના સુધીના આંકડાઓ અનુસાર ઔરંગાબાદ વિભાગ ટોચ પર છે. ઔરંગાબાદમાં સૌથી વધુ 60 છટકા ગોઠવવામાં આવ્યા હતા જેમાં 82 લાંચખોરોની ધરપકડ કરવામાં આવી હતી. એ પછીના ક્રમે નાશિકમાં 51 છટકાઓમાં 67 લાંચખોર અને ત્રીજા ક્રમે પુણે વિભાગમાં 49 છટકાઓમાં 63 લાંચખોરોની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...