તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:બે ડોઝ લેનારને પ્રતિબંધોમાં છૂટ આપવા બાબતે વિચાર

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 જુલાઈની બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લેતા મુંબઈ મહાપાલિકા પ્રશાસન અત્યારથી જ જરૂરી પગલાં ભરે છે. આ લહેર આવે તો એનો સક્ષમતાથી સામનો કરવા માટે આરોગ્ય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

એ જ સમયે મુંબઈમાં અત્યારે જે પ્રતિબંધો લાગુ છે એ હળવા કરવા બાબતે પણ મહાપાલિકાએ સાવચેતીથી પગલાં ભરવાનું નક્કી કર્યુઁ છે. મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ એ વિશે માહિતી આપી હતી અને લોકલ ચાલુ કરવા બાબતે પણ જણાવ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેર આવશે એમ ધારીને મહાપાલિકા પ્રશાસન સતર્ક થયું છે. મુંબઈમાં કોવિડના પગલે જે સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી એ સક્ષમ કરવામાં આવી રહી છે. એ સાથે જ નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. મલાડનું જમ્બો કોવિડ સેંટર અમારા તાબામાં આવ્યું છે. ત્યાં સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ઉપરાંત મહિનાના અંત સુધી વધુ ત્રણ જમ્બો કોવિડ સેંટર પૂરા થશે. મુખ્યત્ત્વે બેડની સંખ્યા વધારવી, સારવાર બાબતે અગવડ ન થાય એ માટે તૈયારી કરવી અને ઓક્સિજન મબલખ પ્રમાણમાં ઉપલબ્ધ કરવા પર અમે ભાર મૂકી રહ્યા છીએ.

કોરોનાની ત્રીજી લહેર ન આવે એવું ઈચ્છીએ છીએ છતાં આવે તો જે સ્થિતિ ઉદભવશે એનો સામનો કરવા માટે અમે સજ્જ છીએ. કોવિડની બીજી લહેર કરતા ત્રીજી લહેરની તીવ્રતા ઓછી હશે એમ કેન્દ્રનું જણાવવું છે. આ રાહત આપતી વાત છે છતાં દર્દીઓની સંખ્યા વધે તો ક્યાંય મહાપાલિકાની યંત્રણા ઓછી ન પડે એ માટે અમે પ્રયત્નશીલ છીએ એમ કાકાણીએ જણાવ્યું હતું.

મુંબઈમાં 50 ટકા કરતા વધુ નાગરિકોએ કોવિડ પ્રતિબંધક રસીનો પહેલો ડોઝ લીધો છે અને 15 ટકા કરતા વધારે નાગરિકોએ બંને ડોઝ લીધા છે. એમાં જેમણે બે ડોઝ લીધા છે તેમને કેટલીક સવલતો આપવાનો વિચાર ચાલુ છે. આ સવલતો ચોક્કસ કઈ કઈ હશે એ બાબતે અંતિમ નિર્ણય 15 જુલાઈના રાજ્ય સરકાર સાથે થનારી બેઠકમાં લેવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

લોકલમાં છૂટ? - રસીના બંને ડોઝ લેનારને લોકલમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવશે કે? એવો પ્રશ્ન પૂછવામાં આવતા લોકલ પર પ્રતિબંધ મૂકતા અથવા હળવા કરતા મુંબઈ મહાનગર પ્રદેશનો પણ વિચાર કરવો પડે છે. ખરેખર તો લોકલ એનાથી આગળ પણ જાય છે. તેથી એ સંપૂર્ણ ભાગમાં કોવિડની સ્થિતિ શું છે એ જોઈને નિર્ણય લેવામાં આવે છે. આ નિર્ણય પૂર્ણપણે રાજ્ય સરકારના સ્તરનો છે અને અમે ફક્ત કોવિડના તાજા આંકડા અને અન્ય માહિતી સરકારને મોકલીયે છીએ એમ કાકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...