તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવરોધ:વિ.પ.ની ચૂંટણીમાં કોંગ્રેસની આખરે ઉદ્ધવે ચૂંટણી નહીં લડું એવું સંભળાવી દીધા પછી પીછેહઠ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ઉદ્ધવે ચૂંટણી નહીં લડું એવું સંભળાવી દીધા પછી કોંગ્રેસ ઝૂકી

વિધાન પરિષદની 21 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસે જાલના જિલ્લાના રાજેશ રાઠોડની ઉમેદવારી શનિવારે ઘોષિત કરી હતી, જેથી 9 બેઠક માટે 9 ઉમેદવાર મેદાનમાં આવતાં ચૂંટણી બિનવિરોધ થવાની હતી, પરંતુ કોંગ્રેસે અચાનક અંબેજોગાઈના ભૂતપૂર્વ નગરાધ્યક્ષ રાજકિશોર ઉર્ફે પાપા મોદીની ઉમેદવારી નોંધાવતાં 9 બેઠક માટે 10 ઉમેદવારો થઈ ગયા હતા. આથી મહાવિકાસ આઘાડીમાં ચિંતા વધી હતી. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી બિનવિરોધ નહીં થાય તો લડશે નહીં એવું કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતને સંભળાવી દીધું હતું.

આખો દિવસ ચાલેલા નાટક ચાલ્યું હતું. ભાજપ દ્વારા પણ ટીકાઓ થઈ હતી. આખરે કોંગ્રેસે પીછેહઠ કરી છે, જેને લીધે ચૂંટણી બિનવિરોધ થવાનો માર્ગ મોકળો બન્યો છે. શિવસેના અને રાષ્ટ્રવાદી પહેલેથી જ આ ચૂંટણી બિનવિરોધ થાય તે બાબતે આગ્રહી હતા. જોકે કોંગ્રેસે બે ઉમેદવાર ઊભા કરતાં મહાવિકાસ આઘાડીની ચિંતા વધી હતી. સંખ્યાબળ જોતાં આઘાડી 6 બેઠક (શિવસેના બે, રાષ્ટ્રવાદી બે, કોંગ્રેસ બે) જીતી શકે એવું થોરાત માની રહ્યા હતા. કોંગ્રેસે એક ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જેથી 9 બેઠક માટે 9 ઉમેદવાર મેદાનમાં છે. ચૂંટણી 21 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.

આંકડાનું ગણિત: વિધાનસભામાં 288 વિધાનસભ્ય છે. વિધાનસભાનું સંખ્યાબળ જોતાં 1 ઉમેદવારને ચૂંટાઈ આવવા માટે 29 મતનો ક્વોટા છે. આઘાડી પાસે શિવસેના 56, રાષ્ટ્રવાદી 54, કોંગ્રેસ 44 મળીને 154નું સંખ્યાબળ છે. ઉપરાંત બચ્ચુ કડુનો પક્ષ પ્રહાર 2, સ્વાભિમાની 1, શેકાપ 1, બહુ વિકાસ આઘાડી 3, સપા 2, ક્રાંતિકારી શેતકરી પક્ષ 1 અને અપક્ષ 7 એમ 17 જણનો આઘાડીને ટેકો છે. આથી તેનું સંખ્યાબળ 171 મત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો