તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Congress Nationalist Targets BJP Over Talk Of Clean Chit, Not Clean Chit To Deshmukh Over Rs 100 Crore Recovery

ખુલાસો:100 કરોડની વસૂલી મામલે દેશમુખને ક્લીન ચિટ નહીં, ક્લીન ચિટની વાત ફેલાતાં કોંગ્રેસ- રાષ્ટ્રવાદીએ BJPને નિશાન બનાવ્યો હતો

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પ્રકરણે સીબીઆઈનો એક અહેવાલ વાઈરલ થયો હતો. આ અહેવાલમાં સીબીઆઈએ દેશમુખને ક્લીન ચિટ આપી હોવાની નોંધ જોવા મળી હતી. જોકે આ અહેવાલ બાબતે હવે સીબીઆઈએ સ્પષ્ટીકરણ કર્યું છે. દેશમુખ વિરુદ્ધ પુરાવા મળ્યા પછી જ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર રૂ. 100 કરોડની હપ્તા વસૂલી પ્રકરણે તપાસ હજુ ચાલુ જ હોવાનું સીબીઆઈએ રવિવારે એક યાદી જારી કરીને સ્પષ્ટ કર્યું છે. આને કારણે રવિવારે આખો દિવસ ચાલી રહેલી ચર્ચા પર પડદો પડી ગયો છે.સીબીઆઈએ દેશમુખને ક્લીન ચિટ આપી છે.

તેમની વિરુદ્ધ કોઈ પણ પુરાવા નહીં હોવા છતાં તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, એવો દાવો કરતાં અહેવાલ રવિવારે વાઈરલ થયો હતો. આ પછી રાજ્યમાં જબરદસ્ત ચર્ચા છેડાઈ હતી. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીના નેતાઓએ ભાજપ સરકારની જોરદાર ટીકા કરી હતી. જોકે હવે સીબીઆઈએ પોતે સામે આવીને આ અહેવાલ બાબતે ખુલાસો કર્યો છે. અમે દેશમુખને કોઈ ક્વીન ચિટ આપી નથી. આ સંબંધે હજુ તપાસ ચાલી રહી છે. ઉપરાંત પુરાવાના આધારે જ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આથી ક્લીન ચિટ આપવાનો કોઈ પ્રશ્ન જ નથી.

નોંધનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નવાબ મલિક અને કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે સીબીઆઈનો અહેવાલ વાઈરલ થયા પછી ભાજપ પર નિશાન સાધ્યું હતું. જો દેશમુખ નિર્દોષ છે તો પછી કોના કહેવાથી ગુનો દાખલ કર્યો હતો. આ બધાની પાછળ કોણ છે તે પણ બહાર આવવું જોઈએ એવી ટીકા કરી હતી. હસન મુશરીફે તો આ બધાના કર્તા પરમવીર સિંહ જ છે. આથી તેમની સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ એવી માગણી પણ કરી દીધી હતી.

આખો મામલો શું છે
મુંબઈના બારવાળા અને અન્ય બે નંબરી ધંધાવાળા પાસેથી માસિક રૂ. 100 કરોડની હપ્તા વસૂલી કરવા માટે તત્કાલીન ગૃહમંત્રી દેશમુખે નિર્દેશ આપ્યા હતા એવો દાવો પરમવીર સિંહ અને બરતરફ એપીઆઈ સચિન વાઝેએ કર્યો હતો. આ મામલો હાઈ કોર્ટમાં પહોંચતાં પ્રાથમિક તપાસ કરવા સીબીઆઈને આદેશ આપવામાં આવ્યો હતો. સીબીઆઈએ તપાસ શરૂ કરી અને 23 એપ્રિલના રોજ દેશમુખ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. મહત્ત્વના પુરાવા મળ્યા પછી જ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું. રવિવારે તેનો ફરી એક વાર પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં કોઈને ક્લીન ચિટ અપાઈ નથી. કેસ બંધ કરવામાં આવ્યો નથી. ઉપરાંત વાઈરલ થયો છે તેવો કોઈ પણ અહેવાલ સુપરત કરાયો નથી, એમ સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...