તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:કોંગ્રેસે પોતાની અવસ્થા પર ઉકેલ કાઢવો જ પડશેઃ શિવસેનાની મિત્રપક્ષને સલાહ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર - Divya Bhaskar
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર
  • કોંગ્રેસ માટે લોકો લાઠીઓ ખાવા તૈયાર હતા
  • અત્યારે મોટો પક્ષ ખરો પણ હકની મતપેટી પહેલાં જેવી રહી નથી

કોંગ્રેસ મોટો પક્ષ છે અને આઘાડીનું નેતૃત્ત્વ મોટો પક્ષ જ કરે છે. અમારો આ બાબતે જુદો મત નથી. કોંગ્રેસ એક વિચાર હતો અને કોંગ્રેસ માટે લોકો લાઠીઓ ખાવા તૈયાર હતા. આજે કોંગ્રેસની હકની મતપેટી પહેલાં જેવી રહી નથી. કોંગ્રેસે જ એના પર ઉકેલ કાઢવો પડશે એવી સલાહ શિવસેનાએ રાજ્યમાં પોતાના મિત્રપક્ષને આપી છે.

યુપીએના અધ્યક્ષ પદ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારનું ચર્ચામાં આવ્યું ત્યારથી મહાવિકાસ આઘાડીના મિત્રપક્ષોમાં રકઝક ચાલુ છે. યુપીએનો ભાગ ન હોવા છતાં શિવસેનાએ યુપીએના અધ્યક્ષ પદ માટે પવારના નામનું સ્વાગત કર્યું હોવાથી કોંગ્રેસમાં નારાજગી છે. શિવસેનાએ આ બાબતમાં પડવું નહીં એમ પણ કેટલાક નેતાઓએ સંભળાવ્યું હતું. આમ છતાં શિવસેનાએ સામનાના અગ્રલેખ થકી ફરી એક વખત વિરોધી પક્ષોની મજબૂત એકતાની અપેક્ષા વ્યક્ત કરી હતી. એ સાથે જ કોંગ્રેસની હાલની સ્થિતિ પર પણ ધ્યાન ખેંચ્યું હતું. એના માટે કેટલાક રાજ્યોમાં બદલતા રાજકીય સમીકરણોના દાખલા પણ આપ્યા હતા.

યુપીએને નેતૃત્ત્વ કોણે કરવું જોઈએ એ વિવાદનો મુદ્દો નથી. યુપીએ મજબૂત બને અને ભાજપ સમક્ષ પડકાર ઊભો કરવો એ મુદ્દો છે. કોંગ્રેસ પક્ષ એમ કરવા સમર્થ હોય તો તેમનું સ્વાગત છે. આઘાડીમાં સૌથી મોટા પક્ષ પાસે નેૃતૃત્ત્વ હોય છે એમ કોંગ્રેસના નેતાઓનું જણાવવું યોગ્ય છે. પણ મોટા પક્ષે જમીન પર ચાલવું ન જોઈએ, ઉંચી ઉડાન ભરવી જોઈએ એવી બધાની અપેક્ષા છે. દેશમાં ભાજપ વિરુદ્ધ અસંતોષની ચિનગારીઓ ઊડી રહી છે.

લોકોને બદલાવ જોઈએ છે. એ જ પ્રમાણે વૈકલ્પિક નેતૃત્ત્વની જરૂર છે. એ કોણ આપી શકશે એ પ્રશ્ન છે એવો સવાલ અગ્રલેખમાં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આજની ઘડીએ ચોક્કસ મોટો પક્ષ છે. પણ મોટો એટલે નક્કી શું આકાર-કદનો? કોંગ્રેસ પછીના ક્ર્મે તૃણમુલ, અણ્ણા દ્રમુક જેવા પક્ષ સંસદમાં છે અને એ બધા જ ભાજપ વિરોધીઓ છે. દેશમાં વિરોધી પક્ષનું ખાલીપણું નિર્માણ થયું છે. વેરવિખેર થયેલા વિરોધી પક્ષો એક ઝંડા હેઠળ આવે એવી અપેક્ષા રાખીએ તો કોંગ્રેસમાંના મિત્રોને શા માટે માઠું લાગે છે એમ અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું.

વિધાનસભ્યો ફોડવાની ભાજપની યોજના
2023ની ચૂંટણી જનતા દળ સેક્યુલર એટલે જેડીએસ સ્વતંત્રપણે અને સ્વબળે લડવાનો છે. દેવેગૌડા એક સમયે કોંગ્રેસના સાથી હતા. કર્ણાટકમાં તેમના પુત્ર કુમારસ્વામીએ કોંગ્રેસ સાથે સરકારની સ્થાપના કરી. પણ આજે આ બંને પક્ષો વચ્ચે ખાઈ છે. દેવેગૌડાનો પક્ષ સ્વતંત્રપણે ચૂંટણી લડશે તો આખરે ફાયદો ભાજપને જ થશે. દેવેગૌડા, કુમારસ્વામી જેવા અનેક ઘટક બધા રાજ્યોમાં છે. બિહારમાં જદયુને પછાડીને ભાજપ સ્વબળે મુખ્યમંત્રી બેસાડવાની તૈયારીમાં છે. બિહારમાં કોંગ્રેસ, રાજદ જેવા પક્ષોના વિધાનસભ્યો ફોડવાની ભાજપની યોજના છે.

આજે એ સ્થિતિ રહી નથી
હૈદરાબાદ મહાપાલિકાની ચૂંટણીના પરિણામ ભાજપ વિરોધીઓની આંખો ખોલનારા છે. એક સમયે ઈશાનના રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત પક્ષ હતો. આજે ચિત્ર બદલાયું છે. ખ્રિસ્તી, આદિવાસી મતદારોની બહુમતી હોવા છતાં ઈશાનના રાજ્યોમાં ભાજપને મોટી સફળતા મળી રહી છે. અરુણાચલ પ્રદેશની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપને 171 અને કોંગ્રેસને 6 સીટ મળી. ઈટાનગરમાં પ્રથમ વખત ચૂંટણી લડનારા જદયુને 9 સીટ મળી. એનો અર્થ એમ થાય કે કોંગ્રેસના પરંપરાગત મતદારો બીજે વળ્યા છે. આ બધી ઘટનાઓને વિરોધી પક્ષોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. કોંગ્રેસ મોટો પક્ષ જ છે. દેશને ઘડવામાં કોંગ્રેસનું મોટું યોગદાન છે. એ સમયે કોંગ્રેસનો વિકલ્પ નહોતો. કોંગ્રેસને દલિતો, મુસ્લિમો, ઓબીસીનો મજબૂત ટેકો હતો. આજે એ સ્થિતિ રહી નથી એમ કોંગ્રેસની હાલની દશા પર ધ્યાન ખેંચવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો