તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કોંગ્રેસે શરુ કરી સોશિયલ મીડિયા ઝુંબેશ: 5 લાખ વોરિયર્સનું લક્ષ્ય

મુંબઇ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાજપની સોશિયલ મિડિયા પર સક્રિયતાને ધ્યાનમાં લેતાં મુંબઈ કોંગ્રેસે સોશિયલ મિડિયા ઝુંબેશનો બુધવારથી આરંભ કર્યો, જેના હેઠળ 5 લાખ વોરિયર્સ ઊભા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સોશિયલ મિડિયા પર આંદોલન, ચર્ચા થાય છે, લોકો પોતાના વિષય અને પ્રતિક્રિયા રજૂ કરે છે, જેથી હાલના જીવનમાં તે એક અવિભાજ્ય અંગ બની કગયું છે. આને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, એવી ઘોષણા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભઈ જગતાપે કરી હતી.

તેમની અધ્યક્ષતામાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી સોશિયલ મિડિયા ડિપાર્ટમેન્ટ અને મુંબઈ કોંગ્રેસના સોશિયલ મિડિયા ડિપાર્ટમેન્ટ તરફથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.એઆઈસીસી સોશિયલ મિડિયા નેશનલ સમન્યક ગૌરવ પાંધી, મુંબઈ કોંગ્રેસ સોશિયલ મિડિયા ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ આશિષ જોશી, રાજેશ ચતવાલ, ભૂષણ પાટીલ, સંદેશ કોંડવિલકર આ સમયે હાજર હતા. હાલમાં કોંગ્રેસ સોશિયલ મિડિયા પર કાર્યરત નથી એવી જનતામાં છાપ પડી છે તે ખોટી છે. કોવિડને લીધે અમે સોશિયલ મિડિયા પર વધુ સક્રિય હતા. જોકે હવે આ ઝુંબેશના માધ્યમથી અમે વધુ વ્યાપક રીતે કાર્યરત બનીશું, એમ તેમણે જણાવ્યું હતું.

ગૌરવ પાંધીએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ દ્વારા વધુમાં વધુ સભ્યો તૈયાર કરવાનો અમારો ઉદ્દેશ છે. પ્રથમ તબક્કામાં 5 લાખ સભ્યો બનાવાશે. દિલ્હી પછી મુંબઈમાં બુધવારે ઝુંબેશનો શુભારંભ કરાયો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો