વિવાદ:બલિદાનની પાર્શ્વભૂમિ નહીં ધરાવતી શિવસેનાને કોંગ્રેસ નહીં સમજાયઃ પટોલે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પટોલે - Divya Bhaskar
પટોલે
  • રાષ્ટ્રવાદી બાદ શિવસેનાના વલણથી પણ કોંગ્રેસ નારાજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને રાષ્ટ્રવાદીએ અમુક જિલ્લા પરિષદમાં સત્તા સ્થાપવાથી નારાજ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ રાષ્ટ્રવાદીને સંભળાવી દીધું હતું. આ પછી રાષ્ટ્રવાદીના નેતાઓ અજિત પવાર, જયંત પાટીલે પટોલેની ટીકા કરી હતી, જે પછી પટોલેએ પ્રતિહુમલો કર્યો હતો. હવે શિવસેનાએ કોંગ્રેસ વિરુદ્ધ વલણ અપનાવતાં પટોલે તેની વિરુદ્ધ નારાજ થયા છે અને શિવસેનાને પણ સંભળાવી દીધું છે.

રાઉત
રાઉત

પંજાબમાં સુનીલ જાખડ અને ગુજરાતમાં યુવા નેતા હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો. આ ધ્યાનમાં લેતાં શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કોંગ્રેસની નેતાગીરીના કારભાર પર પ્રશ્નચિહન ઉપસ્થિત કરીને ટીકા કરી. શિવસેનાની આ ટીકા પટોલેને લાગી આવી છે. તેમણે નારાજી વ્યક્ત કરીને શિવસેના પર પલટવાર કર્યો છે. જેમની બલિદાનની પાર્શ્વભૂ નથી તેમને કોંગ્રેસ શું સમજાશે એવો પ્રશ્ન પટોલેએ કર્યો હતો.

કોંગ્રેસ એક વિચાર છે. વિચાર ક્યારેય ખતમ થતો નથી. દેશની સ્વાતંત્ર્યની લડત હોય કે મહાસત્તા બનાવવા માટેના પ્રયાસ, તેમાં કોંગ્રેસે કાયમ પોતાને ઝોકી દીધી છે. આજે અમે માજી વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ ઊજવી રહ્યા છીએ. રાજીવ ગાંધીએ દેશ માટે બલિદાન આપ્યું છે અને આજના જ દિવસે અમુક લોકો અમારી પર ટીકા કરી રહ્યા છે.

કેન્દ્રમાં ભાજપ સરકારને લીધે બેરોજગારીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. સરકારી માલમતા વેચવામાં આવી રહી છે. આ બાબતે અગ્રલેખ લખવાની જરૂર છે. તેને બદલે મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદારી હોવા છતાં અમારી પર જ ટીકા કરવામાં આવી રહી છે તે ખોટું છે, એવો ટોણો પટોલેએ માર્યો છે.

જોડે રહીને ઘાત નહીં કરો
દરમિયાન નારાજ પટોલેએ રાષ્ટ્રવાદી પછી હવે શિવસેનાને પણ ઈશારો આપ્યો છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અમે મહાવિકાસ આઘાડીમાં છીએ. જોકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં તમે જોયું હશે કે અમુક લોકોએ ભાજપને જ મદદ કરવાનો પ્રયાસ કરીને ઘાત કર્યો છે. વિકાસભંડોળની બાબતમાં સમાનતા રાખવાની જરૂર છે. આ બાબતે પણ કોંગ્રેસ પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભંડોળની સમતોલતા પર રાજ્યના મુખ્ય મંત્રીએ અને ઉપ મુખ્ય મંત્રીએ ધ્યાન આપવું જોઈએ, એવો અનુરોધ પણ પટોલેએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...