રજૂઆત:501થી 700 ચો.ફૂટના ફ્લેટ પર 60% પ્રોપર્ટી ટેક્સ માફીની કોંગ્રેસની માગ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાની હદમાં 500 ચો.ફૂટ સુધીનાં ઘર અને ગાળાધારકો માટે 2020થી નિયમ લાગુ કરો

મુંબઈ મહાપાલિકાની હદમાં નિવાસી ઈમારતોમાં 500 ચોરસફૂટ સુધી કાર્પેટ એરિયા ધરાવતા નિવાસી ફ્લેટનો પ્રોપર્ટી ટેક્સ 2022થી માફ કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યો છે. આ નિર્ણયનું સ્વાગત છે. જોકે અમે 15 જાન્યુઆરી, 2021, 15 માર્ચ, 2021 અને 17 જીન, 2021ના ઠાકરેને પત્ર લખીને 2020થી 2025 નાણાકીય વર્ષ માટે મહાપાલિકાના હદની નિવાસી ઈમારતોમાં 500 ચો.ફૂટ સુધીનાં ફ્લેટ અને ગાળાઓનો પ્રોપર્ટી ટેક્સ સંપૂર્ણ માફ કરો એવી માગણી કરી હતી. તેમાં 501થી 700 ચો.ફૂટ સુધી ફ્લેટ અને ગાળાઓનો પ્રોપર્ટી ટેક્સ 60 ટકા સુધી માફ કરવાની માગણી કરી હતી, જે માગણી અમે ફરીથી દોહરાવીએ છીએ, એમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે મંગળવારે જણાવ્યું હતું.

અમે આ અંગે ઠાકરે સાથે કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર મોકલ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. આ સમયે મહાપાલિકામાં વિરોધી પક્ષ નેતા રવી રાજા, મુંબઈ કોંગ્રેસના મહામંત્રી સંદેશ કોંડવિલકર, જોઈન્ટ ટ્રેઝરર અતુલ બર્વે હાજર હતા. રૂ. 12,000 કરોડના કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે તે માટે નિયુક્ત કંપની પાસેથી રૂ. 500 કરોડનું વધારાનું ભંડોળ માગવામાં આવ્યું છે.

આ પ્રકલ્પ માટે મહાપાલિકા દ્વારા આકસ્મિક ભંડોળમાંથી ઉપલબ્ધ કરવું એવો ઠરાવ સ્થાયી સમિતિમાં પ્રશાસને રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો અમે વિરોધ કરીએ છીએ, અમારો કોસ્ટલ રોડ માટે વિરોધ નથી, પરંતુ ભંડોળ ફક્ત હોસ્પિટલ, આરોગ્ય વિભાગ અને શાળાના વિકાસ પર ખર્ચ કરવામં આવે છે. આથી કોસ્ટલ રોડ માટે આ ભંડોળ ખર્ચ કરવાનું અમને માન્ય નથી. માછીમારીની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. આથી આ રીતે પ્રકલ્પ માટે વધારાનું ભંડોળ લેવું એટલે મુંબઈગરાના પૈસા વેડફી નાખવા બરાબર છે. ઠાકરેએ આ બાબતમાં પણ ધ્યાન આપવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...